હાઇકોર્ટે ટકોર કર્યા બાદ રાજ્યમાં ખાસ કરીને શહેરી વિસ્તારોમાં રખડતા ઢોરોને કાબૂ કરવા સ્થાનિક તંત્ર નિષ્ફળ રહ્યું છે. ત્રણેક દિવસ અગાઉ માનુકુવા ગામે આખલા સાથે બુલેટ અથડાતા આશાસ્પદ યુવાનનું મોત થઈ જતા અરેરાટી ફેલાઈ ગઈ છે. તાજેતરમાં માનકુવા ગામે રહેતા મૂળ હમલા મંજલના પરંતુ માનકુવા રહેતા ઇન્દ્રજીતસિંહ નરેન્દ્રસિંહ જાડેજા નામના યુવાનની જઈ રહ્યો હતો ત્યારે બુલેટ સાથે રોડ પર રખડતા આખલાએ ટક્કર મારી હડપેટે લીધા બાદ ગંભીર ઇજાઓ થવાથી ઇન્દ્રજીતસિંહનું મોત થયું હતું. ઇન્દ્રજીતસિંહને માથામાં ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચ્યા બાદ સારવાર માટે ભુજ ખાતે ખસેડાયા હતા. પરંતુ સારવાર મળે તે પહેલા તેમનો જીવનદીપ બુજાઈ ગયો હતો. નોંધનીય છે કે રખડતા આવારા ઢોરોના કારણે રોડ રસ્તા પર અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાઈ રહ્યા છે આ બાબતે નામદાર હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારને ફટકાર લગાવાયા છતાં સરકાર દ્વારા કોઈ ઠોસ કદમ ઉઠાવાતોત નથી જેના કારણે ઢોરોનો આતંક યથાવત રહ્યો છે તંત્ર દ્વારા બેદરકારી છતી થઈ રહી છે.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334