Kutch Kanoon And Crime
AnjarGujaratKutch

કોરોના વાયરસ સામે લડવા સ્ટેન્ડ-અપ સાથે પૂર્વ કચ્છની હોસ્પિટલોમાં તડામાર તૈયારીઓ

પૂર્વ કચ્છમાં આદિપુર ખાતે હરી ઓમ હોસ્પિટલની કોરોના વાયરસની અગમ ચેતી ના તૈયારી રૂપે રાજ્ય મંત્રી વાસણભાઈ આહિર, જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે., ડીડીઓ પ્રભવ જોશી, જિલ્લા આરોગ્ય અધિકારી પ્રેમકુમાર કન્નર, કાર્યપાલક ઇજનેર સોલંકી, ડેપ્યુટી કલેક્ટર જોશી, ડો. અંજૂ તથા અન્ય અધિકારીઓ રૂબરૂ હરી ઓમ હોસ્પિટલની મુલાકાત લીધી ત્યારે હોસ્પિટલમાં તડામાર તૈયારીઓ આરંભી ગઈ હતી.

ત્યાર બાદ ગાંધીધામ ખાતે સ્ટર્લીંગ હોસ્પિટલને પણ કોરોના વાયરસ માટે સ્ટેન્ડ-અપ રાખવા માટે ત્યાંના અધિકારીઓ અને ટ્રસ્ટીઓ સાથે રીવ્યુ મીટીંગ કરતા રાજ્ય મંત્રી વાસણભાઇ આહીર, કલેકટરે બેઠક યોજી હતી. આ બેઠકમાં ભુજના ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્ય, હોસ્પિટલના ટ્રસ્ટી મોહનભાઈ, નંદુ ગોયલ, બાબુભાઇ ભીમાભાઇ, તથા અન્ય હોસ્પિટલના મોવડીયો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આવતા ગુરુવાર સુધી બંને હોસ્પિટલો તૈયાર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે.

નિતેશ ગોર – 9825842334
(રાજેશ રાઠોડ અંજાર દ્વારા)

Related posts

ભુજમાં પોલીસ દ્વારા સીલ થયેલ ટેન્કરમાંથી બેઝ ઓઈલની ચોરીનો પર્દાફાશ જેમાં ભાજપ આગેવાન સહીત પાંચ સામે ફરીયાદ

Kutch Kanoon And Crime

જીલ્લાની JIC સેન્ટર ભુજમાં કેદ વધુ એક પાકિસ્તાની કેદીનું મૃત્યું

Kutch Kanoon And Crime

ક.વિ.ઓ. જૈન મહાજન ભુજ દ્વારા મહાજનનું મામેરુ અંતર્ગત 248માં લગ્ન યોજાયા

Leave a comment