Kutch Kanoon And Crime
Breaking NewsCrimeKutch

કંઠી પટ વિસ્તારમાં એક પ્રસંગમાં લાખોની ચોરી : પરંતુ મામલો પોલીસ ચોપડે ન ચડયો…!!

કંઠી પટ તાલુકાના એક ગામે એક પ્રસંગની ધામધૂમથી તૈયારીઓ ચાલી રહી હતી. સૌ ઉપસ્થિત મહેમાનો હળીમળીને એક બીજા સાથે વાતો કરી રહ્યા હતા સાથે સાથે પ્રસંગનો આનંદ માણી રહ્યા હતા અને અચાનક એક એવી ઘટના બની ગઈ કે સૌ ચોંકી ઉઠ્યા..! ફિલ્મની જેમ પોલીસની એન્ટ્રી થાય છે અને ઉપસ્થિત મહેમાનોને પોલીસે “નજર કેદ” કરી લીધા..! સૌ મહેમાનો કાઈ વિચારે સમજે તે પહેલા તલાસી લેવાનું શુરૂ થયું ધીમે ધીમે મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન..! અને પછી થઈ સમાધાન થયું..!? હવે મુદ્દા પર વાત કરીએ… વાત એમ છે કે કંઠી પટના એક ગામના વિસ્તારમાં પ્રસંગ દરમ્યાન લાખોની ચોરી થઈ ગઈ જે બાબતે પોલીસને જાણ કરાઈ, તાત્કાલિક પોલીસ સ્થળ પર પહોંચી અને તપાસ આદરી હતી. જોત જોતામાં સૌ મહેમાનોને માન સન્માન સાથે બોલાવાયા હતા ત્યાં તેઓને તલાસી લેવામાં આવી રહી હતી. સૌ ઉપસ્થિત મહેમાનોનો માન સન્માન ખોરવાયો હતો જ્યા એકલ દોકલ મહાનોએ કહ્યું કે, આતો અમારી આબરૂનો સવાલ છે અમે શું ચોર દેખાયા છીએ તમને..!!? ત્યારે જ્યા પ્રસંગ હતો તેઓએ કહ્યું ના એવું નથી, અમારે અહી ચોરી થઈ છે પોલીસને અમે બોલાવી છે તે પોતાનું કામ કરી રહી છે એમને એમનું કામ કરવા દો, જે હસે એ સત્ય સામે આવી જસે. પોલીસે કડક મિજાજ અપનાવી તલાસી કરતા ચોરી થયેલા દર દાગીના કોઈ એકદમ નજીકના જ સગા સબંધી પાસે હોવાની શંકા જતા પોલીસ તેઓની કડક પૂછ પરછ કરતા તેઓ પોપટની જેમ ચોરી કબુલી લેતા સૌ ઉપસ્થિત મહેમાનોની આંખોં ફાટી ગઈ હતી..! અને મોઢામાંથી નીકળી ગયું કે તમે આવું કર્યું..!! મામલો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ સુધી પહોંચ્યો હતો. કેમ કે ચોરીની ઘટના બની હતી અને એમાં પણ લાખોના દર દાગીના રોકડ વગેરે ત્યારે પોલીસની તો ફરજ છે ગુન્હો દાખલ કરવાની, પરંતુ જ્યા પ્રસંગ હતું તેઓ દ્વારા મામલો આબરૂના કારણે સમાધાન પર આવી ગયું. પોલીસ પણ શું કરી શકે તેઓને તો ફરિયાદી જોઈયે તોજ ફરિયાદ થાય..!! જે થયું તે પરંતુ હવે આ ઘટના પરથી એટલું તો શીખવા મળે છે કે ગમે તેટલા નજીકના સગા સબંધી શા માટે નથી હોતા, (નોંધ : અમુક ઘટનામાં આવું થયું છે કે નજીકના સગા જ ચોરી કરતા પકડાયા છે) ભલે પછી સગી બહેન – બનેવી, ભાઈ – ભાઈ, સાળી – સાઢુ, કે પછી કોઈ પણ હોય વિશ્વાસ કરવું અને કેટલો કરવું એ આ ઘટના પરથી શીખવા મળ્યું છે.

 

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

નરનારાયણ દેવ દ્વિશતાબ્દી અંતર્ગત ૨૨૦ અબજ મહામંત્ર લેખન કરાયું

Kutch Kanoon And Crime

ચકચારી હની ટ્રેપ મામલે પકડાયેલા વધુ બે આરોપીઓ બે દિવસના રિમાન્ડ પર

મુન્દ્રા તાલુકાના વવાર અને ચંદ્રોડા વચ્ચે 25થી વધુ ઘેટા બકરાને કચડી નાખાતા ખળભળાટ

Kutch Kanoon And Crime

Leave a comment