લોકસભા ચૂંટણી જાહેર થતાની સાથે જ રાજ્ય સહિત કચ્છમાં એન્ટી સોશિયલ એક્ટિવિટી અને અસામાજિક પ્રવૃત્તિ કરનારાઓ પર નજર રાખવા અને પગલા લેવા ગુજરાત પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાયા બાદ ગુજરાત ATS દ્વારા પણ સમગ્ર રાજ્યના તમામ જિલ્લા પોલીસ પ્રશાસનને આ અંગેની સૂચના અપાયા બાદ પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસવળા મહેન્દ્ર બગડીયા દ્વારા પશ્ચિમ કચ્છ પોલીસના S.O.G., અને L.C.B.,ને આ અંગેની તપાસ માટે સૂચના અપાયા બાદ આજે ભુજ ખાતે S.O.G., ના પોલીસ હેડ કોસ્ટેબલ રઘુવીરસિંહ જાડેજા અને નરેન્દ્રસિંહ ઝાલાને એક બાતમી મળી હતી કે ભુજની જકરીયા મસ્જિદ પાસે રહેતો જુબેર ફકીર મામદ જુણેજા નામનો યુવાન કોઈ માદક પદાર્થ સાથે ફરી રહ્યો છે અને રેલવે સ્ટેશન બાજુ છે આ બાતમીના આધારે બને પોલીસ કર્મચારીઓએ S.O.G., P.I., વી.વી. ભોલાનું ધ્યાન દોરી તેમની મંજૂરી લઈ રેલવે સ્ટેશન બાજુ જતા આરોપી જુબેર ફકીર મામદ જુણેજા ત્યાં મળી આવતા તેની અંગ ઝડતિ લેવાતા તેના કબજા માંથી 16.3 ગ્રામ M.D. ડ્રગ્સ કિંમત રૂપિયા 1 લાખ 63 હજાર મળી આવેલ. આરોપીને તમામ મુદ્દા માલ સાથે પકડી ભુજ બી/ડિવિઝન પોલીસમાં તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરાઈ છે. નોંધનીય છે કે ભુજમાં M.D. ડ્રગ્સ ઝડપાઇ જવાની ઘટના સતત બનતી રહી છે છેલ્લા છ મહિનામાં M.D. ડ્રગ્સ ઝડપાયાની લગભગ પાંચથી વધુ ઘટનાઓ બની ચુકી છે. આરોપી M.D. ડ્રગ્સના જથ્થા સાથે રંગે હાથ ઝડપાયા બાદ આ અંગેની S.O.G., P.I., ને જાણ કરાતા P.I., શ્રી વી.વી. ભોલા, P.S.I., પી.પી. ગોહિલ, A.S.I., નરેન્દ્રસિંહ જાડેજા, માણેકભાઈ ગઢવી, રઘુવીરસિંહ જાડેજા, ચેતનસિંહ જાડેજા, ગોપાલભાઈ ગઢવી, રજાકભાઈ સોતા, ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને મહિપતસિંહ સોલંકી વગેરે આ કામગીરીમાં જોડાયા હતા.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334