Kutch Kanoon And Crime
GujaratSpecial Story

કાંકરેજ અને દિયોદર તાલુકામાં નાના મોટા રોડ, રસ્તાઓનું રિપેરીંગ અને રીસરફેસીંગની કામગીરી હાથ ધરાઈ..

કાંકરેજ તાલુકાના ખારીયા થી મોટા જામપુર રોડ નું ડામરકામ શરૂ કરવામાં આવ્યું …..

બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ બાદ તાલુકા, શહેર અને ગામોને જોડતા નાના મોટા રોડ/રસ્તાઓ ઉપર પાણી ભરાવાના કારણે રસ્તાઓને નુકશાન થયું છે. નાગરિકોને યાતાયાતની સુવિધામાં કોઈપણ પ્રકારની તકલીફના પડે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ કામગીરી સત્વરે પૂર્ણ કરવા આદેશો આપ્યા છે, જેના ભાગરૂપે કાંકરેજ અને દિયોદર તાલુકામાં માર્ગ-મકાન વિભાગ દ્વારા અસર પામેલ માર્ગોના મરામતની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરાઈ છે. ડુંગરાસણ થી નાગોટ તથા અકોલી થરેચાવાસને જોડતા ડામર રોડનું પેચવર્ક કરવામાં આવ્યું હતું.તાલુકાના ગામડાઓના ડામર રોડની દુર્દશા થઈ હતી.જે વરસાદ બાદ નુકશાન થયેલા રસ્તાઓનું રિપેરિંગ કામ કરવામાં આવી રહ્યું છે અને તમામ નાના મોટા રસ્તાઓના રિપેરિંગ,રિ સરફેસિંગ તેમજ ડામર સાઈડોમાં પડેલા ખાડાઓ પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવતા વિસ્તારના વાહનચાલકોમાં પણ ખુશી જોવા મળી રહી છે.

પ્રકાશિત નિતેશ ગોર ભૂજ

અહેવાલ આનંદ પરમાર બનાસકાંઠા – 9824346387

Related posts

માંડવી હાઇવે પર ગમખ્વાર ત્રિપલ અકસ્માત : એક સાથે ત્રણ કારો અથડાઈ

Kutch Kanoon And Crime

ઇલેક્ટ્રોથર્મ (ઈન્ડિયા) લી. સામખિયાળી દ્વારા કંપનીના પ્રાંગણમાં દીવાળીના તહેવાર નિમિતે “રંગોળી સ્પર્ધા” નું આયોજન કરવામાં આવ્યું

Kutch Kanoon And Crime

અનલોક-2′ માં હવે મુન્દ્રા તાલુકામાં ATM લૂંટનો નિષ્ફળ પ્રયાસ

Kutch Kanoon And Crime

Leave a comment