Kutch Kanoon And Crime
Breaking NewsBhujCrimeGujaratKutch

ભુજમાંથી ગેર કાયદેસર દેશી બંદૂક બનાવવાનું કારખાનું મળી આવ્યું : એક ઇસમ ઝડપાયો

જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે પશ્ચિમ કચ્છ પોલીસની SOG શાખા દ્વારા ભીડનાકા બહાર આવેલ દાદુ પીર રોડ પર આવેલા એક રહેણાંકના મકાનમાં ગેરકાયદેસર દેશી બંદૂક બનતી હોવાની બાતમીના આધારે અનશ ઉંમર લુહાર નામના ઇસમના ઘરે દરોડો પાડી અનીશના મકાનમાંથી દેશી બંદૂક બનાવવાની સામગ્રી જેમાં બટ, બેરલ, ટ્રીગર વગેરે જે બંદૂક બનાવવામાં વપરાતા હોય છે તે સામગ્રી કબ્જે કરી પકડાયેલ અનશ ઉંમર લુહારની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરાઈ છે આ સમયે અત્યાર સુધી ગેરકાયદેસર બંદૂકો બનાવી છે કે કેમ, અને ગેરકાયદેસર બંદૂકો બનાવી વેચાણ કરેલ છે કે કેમ, તે અંગેની સઘન પૂછપરછ હાથ ધરાય છે પોલીસને અહીં દેશી બંદૂક બનાવવાની ગેરકાયદેસરની ફેક્ટરી હોવાની આશંકા હતી જે બાતમી સાચી ઠરી હતી. આરોપીના કબ્જા માંથી દેશી બંદૂક બનાવવાના સાધન સામગ્રી પૈકી અનેક સામગ્રી કબ્જે કરી છે જેના પરથી સ્પષ્ટ થાય છે કે અહીં ગેરકાયદેસર હથિયાર બન્યા હશે, પોલીસે દેશી બંદૂક બનાવવાની સામગ્રી પૈકી ૩૧ જેટલી સાધન સામગ્રી કબજે કરી છે જે સ્પષ્ટ દર્શાવે છે કે અહીં ગેરકાયદેસર બંદૂકો બનાવવાતા હશે. આ અંગેની હવે વધુ તપાસ હાથ ધરાય છે જેમાં મોટા ધડાકા ભડાકા થવાની શક્યતા જોવાઇ રહી છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

બેટી બચાઓ બેટી પઢાઓ – મિશન ખાખી કાર્યક્રમ કચ્છની દિકરીઓને પોલીસ બેડા માટે તૈયાર કરશે “મિશન ખાખી”

Kutch Kanoon And Crime

મુન્દ્રા ખાતે હરતી ફરતી કારમાં IPL પર સટ્ટો રમાડતો શેખડિયાનો યુવાન ઝડપાયો

Kutch Kanoon And Crime

પશ્ચિમ ક્ચ્છ વિરાગનાં સ્કોડની કામગીરીમાં વધુ એક પીછું ઉમેરાયું…

Kutch Kanoon And Crime

Leave a comment