મુન્દ્રા તાલુકાના પત્રી ગામના આશાસ્પદ ક્ષત્રિય યુવાનની થયેલી ચકચારી હત્યા મામલે આખરે તાલુકાના જ એક ક્ષત્રિય અગ્રણી અને રાજકારણ સાથે જોડાયેલા ઈસમની ભૂમિકાનો પર્દાફાશ થયા બાદ આખરે ક્ષત્રિય અગ્રણી ધીરુભાઈ રતનજી જાડેજા નામના તાલુકા પંચાયતના માજી કારોબારી ચેરમેન અને ATVT સદસ્યની ધરપકડ થતા ખડભળાટ સાથે સનસનાટી મચી ગઈ છે. પત્રી ગામના પૃથ્વીરાજસિંહ દિલુભા જાડેજા નામના આશાસ્પદ યુવાનની ગત 28’મી ઓક્ટોબરના બનેલી હત્યાની એ ઘટના મામલે પત્રી ગામના પૂર્વ સરપંચ વેજીબેન આહીર સહિત તેમના પરિવારના સાત આરોપીઓની ધરપકડ થઈ હતી. ત્યારબાદ આ ઘટનામાં હજુ વધુ આરોપીઓ હોવાની આશંકા સાથે ઉચ્ચ સ્તરિય તપાસની માગ કરાઈ હતી. આ ઘટનાની તપાસ ચલાવતા મુન્દ્રા P.I., હાર્દિક ત્રિવેદીએ બારીકાઈથી તપાસ કરતા આ ઘટનામાં સત્તાધારી પાર્ટીના અગ્રણી અને મુન્દ્રા તાલુકા પંચાયતના માજી કારોબારી ચેરમેન તથા APMC’ના ડાયરેક્ટર એવા ધીરુભાઈ જાડેજાની સંડોવણી સ્પષ્ટ થતા આખરે પોલીસે ધીરુભા જાડેજાની વિધિવત ધરપકડ કરી જેલ હવાલે કરી દેવાયા હતા. ક્ષત્રિય યુવાનની હત્યામાં ક્ષત્રિય સમાજના કહેવાતા અગ્રણી ધીરુભા જાડેજાની ભૂમિકા સ્પષ્ટ થતા ઠેર ઠેરથી ધીરુભા સામે ધિક્કારની લાગણી ફેલાઇ છે. નોંધનીય છે કે પત્રી ગામના ક્ષત્રિય યુવાનની હત્યા અંગત અદાવતમાં થઈ હતી જેમાં મુખ્યત્વે ખનીજની રોયલ્ટી ચોરીનો મુદ્દો મુખ્ય હતો અને જો આ મામલે ધીરુભા જાડેજાએ ભૂમિકા ભજવી હોય તો ધીરુભા જાડેજા માટે શરમજનક બાબત છે કેમ કે સમાજ એક પરીવાર છે અને પરિવારના સભ્ય જો ગદ્દાર નીકળે તો ભરોસો કોના પર કરવો તેવી ચર્ચાઓ થઈ રહી છે.
અહેવાલ સમીર ગોર મુંદ્રા
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334