Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchMandvi

2 લાખ 25 હજારની લાંચ લેવા જતા માંડવી નગરપાલિકાના હેડ ક્લાર્ક સહિત બે રંગે હાથ ઝડપાયા

માંડવી શહેરમાં નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ કામના બિલની રકમ 90 લાખ મંજૂર કરવા 2 લાખ 25 હજારની લાંચની માંગ કરાઈ…

માંડવી શહેરમાં સીસી રોડ અને પેવર બ્લોકના કામ રાખનાર કોન્ટ્રાક્ટર દ્વારા નગરપાલિકા પાસેથી લેવાની નીકળતી રકમ રૂપિયા 90 લાખના બિલ તાત્કાલિક મંજૂર કરવા માગણી કરાયા બાદ માંડવી નગરપાલિકાના હેડ ક્લાર્ક કાનજી બચુ મહેશ્વરી દ્વારા રૂપિયા 2 લાખ 25 હજારની લાંચની રકમ માંગવામાં આવી હતી આ અંગે ફરિયાદીએ ભુજ ખાતે બોર્ડર રેન્જ એન્ટીકરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યા બાદ ગાંધીધામ એન્ટી કરપ્શન બ્યુરો અને આ અંગે કાર્યવાહી કરવા બોર્ડર એકમ એસીબીના મદદનીશ નિયામક કે. એચ. ગોહિલના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ એન્ટી કરપ્શન બ્યુરોના પી.આઇ., વી. એસ. વાઘેલા દ્વારા માંડવી ખાતે છટકું ગોઠવવામાં આવેલ. જેમાં અગાઉથી નક્કી થયા પ્રમાણે ફરિયાદી 2 લાખ 25 હજારની રોકડ માંડવી નગરપાલિકાના હેડ ક્લાર્ક કાનજી બચુ મહેશ્વરીને આપવા જતા સંબંધીત હેડ ક્લાર્કએ આ રકમ કરાર પર કામ કરતા પટાવાળા વ્રજેશ મનોજ મહેશ્વરીને આપવા કહેતા ફરિયાદી પાસેથી આ રકમ સ્વીકારતા વ્રજેશ મહેશ્વરી અને હેડ ક્લાર્ક કાનજી બચુભાઈ મહેશ્વરીને આબાદ ઝડપી લેવાયા હતા. આ બંને પાસેથી લાંચમાં લેવાયેલ રૂપિયા 2 લાખ 25 હજારની રોકડ કબજે કરાઈ હતી. કચ્છમાં લાંબા સમય બાદ ફરી એક વખત દિવાળીના તહેવારોના ધમધમાટ વચ્ચે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા માંડવીમાં સફળ ઓપરેશન થતા સરકારી કર્મચારીઓમાં સન સનાટી મચી ગઈ છે. લાંચની આ ઘટનાએ માંડવીમાં પણ ખડભરાટ મચાવી દીધો છે.

અહેવાલ સુનીલ મોતા માંડવી દ્વારા

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

કુકમાંમાં થયેલ હત્યાના બન્ને આરોપીઓને પોલીસે ગણત્રીના સમયમાં પકડી પાડ્યું

Kutch Kanoon And Crime

અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલમાં મૃતદેહો ગુમ થયા અંગે વાયરલ થયેલ વીડિયો અંગે સ્પષ્ટતા

Kutch Kanoon And Crime

6,32,300/-ના મુદામાલ સાથે દારૂ પકડી પાડતી અંજાર પોલીસ

Kutch Kanoon And Crime

Leave a comment