Kutch Kanoon And Crime
GandhidhamGujaratKutchSpecial Story

ગાંધીધામમાં ઈનરવીલ ક્લબ ઈનફિનિટી દ્વારા સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો…

ગાંધીધામ ખાતે ઈનરવીલ ક્લબ ઈનફિનિટી અને ગાંધીધામ ક્રાઈમ બ્રાંચના સંયુક્ત ઉપક્રમે સાઘુવાસવાણી સ્કૂલ ખાતે ધોરણ ૧૨’ના વિદ્યાર્થીઓ માટે સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સાયબર એક્સપર્ટ વિજયભાઈ રાઠોડ, ગોપાલભાઈ અને સુરેશ સોલંકી’એ વિદ્યાર્થીઓને સાયબર ગુનાઓ અંગે વિસ્તૃત સમજ આપી હતી. તેઓએ સાયબર ફ્રોડના પ્રકારો, તેની સામે સાવચેતીના ઉપાયો તેમજ આવા ગુનાઓમાં લાગતી સજાની જોગવાઈઓ વિશે કાયદેસરની માહિતી આપી હતી. આ અવસર પર ઈનરવીલ ક્લબ ઈનફિનિટીની પ્રેસિડેન્ટ હંસાબેન, સેક્રેટરી માનસીબેન, વાઈસ પ્રેસિડેન્ટ કાશ્મીરા આચાર્ય તથા સભ્યો સીમાબેન, સુનીતાબેન, કોમલબેન અને પીનલબેનની સક્રિય ભૂમિકા રહી હતી. તેમની મહેનતથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.

પ્રકાશિત : નિતેશ ગોર ભૂજ
અહેવાલ : જૈમિનિ ગોર દ્વારા

(મેગેઝિન મેળવવા સંપર્ક કરો : 9825842334)

Related posts

ગાંધીધામમાં જુગારના અડ્ડા પર પોલીસનો દરોડો : બે મહિલા સહિત ચાર જુગારીઓ ઝડપાયા…

Kutch Kanoon And Crime

અદાણી પોર્ટ ફાયરની ટીમે 11 જીંદગીઓને આગમાંથી આબાદ બચાવી..!

Kutch Kanoon And Crime

ભુજથી ઉપડેલી સયાજીનગરી ટ્રેનમાં ત્રણ વર્ષના બાળકને મૂકી ગાંધીધામથી ફરાર થયેલી યુવતીને રેલ્વે પોલીસે પકડી પાડી

Leave a comment