Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchSpecial Story

દાઉદ ઈબ્રાહીમ J.I.C.’માંથી ભાગી ગયા બાદ આર્મી કેમ્પસમાંથી પકડાયો

આશરે 15 દિવસ પહેલા લખપતની પાકિસ્તાનને અડીને સીમાએથી ઘૂસણખોરી કરવા જતા પકડાઈ ગયેલ પાકિસ્તાની ઈસમે ગઈ કાલે ભુજ સ્થિત J.I.C. એટલે કે ‘જોઈન્ટ ઇન્ટરોગેશન સેન્ટર’માંથી દિવાલ ટપીને નાસી જવાનો પ્રયાસ કર્યા બાદ J.I.C. નજીક આવેલ આર્મી કેમ્પસ વિસ્તારમાં ઘૂસી જતા આર્મી જવાનોએ તેને પકડી પાડ્યો હતો. એક તબક્કે J.I.C. માંથી પાકિસ્તાની ઘુસણખોર નાસી ગયાની જાણ થતા પોલીસ પ્રશાસન દોડતું થઈ ગયું હતું પરંતુ બાદમાં નાસી જનાર પાકિસ્તાની યુવાન આર્મી જવાનોના હાથે પકડાઈ ગયાનું જાણવા મળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ આ ઘટના સાથે કચ્છ ગુજરાત માટે અત્યંત મહત્વના ‘જોઇંટ ઇન્ટરોગેશન સેન્ટર’માં પોલાડી સુરક્ષાના દાવાના ધજીયા ઉડી ગયા છે. આ અંગેની મળતી માહિતી પ્રમાણે ગઈકાલે સાંજે J.I.C. માં રહેલા પાકિસ્તાનના ઇસ્લામાબાદના દાઉદ ઈબ્રાહીમ સૈયદ નામનો પાકિસ્તાની યુવાન J.I.C. ની દિવાલ ટપી ફરાર થઈ ગયો હતો પરંતુ તે ફરાર થયા બાદ જંગલ વિસ્તારમાં જવા લાગ્યા બાદ નજીકમાં આવેલ આર્મી કેમ્પસમાં ઘૂસી ગયો હતો જેના પગલે સુરક્ષા માટેના આર્મી જવાનોએ તેને પકડી પાડ્યો હતો. આર્મી જવાનોના હાથમાં આવ્યા બાદ દાઉદની પૂછપરછ કરાતા તે પાકિસ્તાનના ઇસ્લામાબાદનો હોવાનું અને J.I.C. માંથી ભાગ્યો હોવાની કબુલાત કરતાં આ અંગેની જાણ પોલીસને કરાઈ હતી. બાદમાં પોલીસે તેનો કબજો મેળવી J.I.C.ના હવાલે કરાયો હતો. નોંધનીય છે કે એક સપ્તાહ પહેલા પકડાયેલ દાઉદ ઈબ્રાહીમ માછીમાર નથી, ત ઇસ્લામાબાદનો રહેવાસી છે તેનું ભારતીય સીમામાં ઘૂસી આવવું શંકાસ્પદ ગણવામાં આવે છે અને તેમાં પણ આ આરોપી J.I.C. માંથી સુરક્ષા વ્યવસ્થા તોડીને નાસી જવાનો પ્રયાસ કર્યો હોય તેની ઘુસણખોરી ગંભીર ઈશારો કરી જાય છે આ યુવાન કોઈ બદઇરાદે ભારતીય સીમામાં ઘુસણખોરીની આશંકા મજબૂત બની રહી છે ત્યારે ઉચ્ચસ્તરીય એજન્સીઓ દ્વારા આ પાકિસ્તાનીની ઘનિષ્ઠ તપાસ અને પૂછપરછ જરૂરી દેખાય છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

BJP પરષોત્તમ રૂપાલાથી આટલી શા માટે ડરે છે..!? : જાણો કારણો…

Kutch Kanoon And Crime

ડોમ્બીવલી ખાતે “પતિ, પત્ની ઔર વોહ” ના વિવાદમાં પતિ પર હુમલો

Kutch Kanoon And Crime

કોઠાર ખાતેથી એલસીબી પોલીસની ટીમે શંકાસ્પદ કેમિકલનો જથ્થો ઝડપી પાડયો

Leave a comment