Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchSpecial Story

હનીટ્રેપના મામલામાં ધરપકડ કરેલ મનીષા ગૌસ્વામીના આઠ દિવસના રિમાન્ડ મંજૂર

કચ્છમાં ચકચારી હની ટ્રેપ અને ચાર કરોડની ખંડણી માંગીને આહીર યુવાનને આત્મહત્યા કરવા મજબૂર કરાયાની ઘટનામાં ગઈકાલે ભુજની પાલારા જેલમાંથી કબ્જો લઈને ધરપકડ કરાયેલ મનીષા ગૌસ્વામીને આજે અદાલતમાં રજૂ કરી રિમાન્ડ માંગવામાં આવતા અદાલતે આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ સાથે જ ચકચારી હની ટ્રેપ મામલામાં મનીષાની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરાઈ છે જેમાં હવે વધુ કેટલાક ઘટસ્ફોટ થવાની પોલીસને આશા છે. નોંધનીય છે કે દિલીપ આહીર નામના આત્મહત્યા કરી લેનાર યુવાનને હની ટ્રેપમાં ફસાવવા માટે અમદાવાદથી દિવ્યા નામની એક યુવતીને બોલાવાઈ હતી જેને પાલારા જેલમાં બંધ મનીષા સતત દોરી સંચાર કરતી રહી હતી તેવી કબુલાત પકડાયેલ દિવ્યા ચૌહાણએ કરી છે અને મનીષાના દોરી સંચાર પ્રમાણે મૃતક દિલીપ આહીરને કઈ રીતે ફસાવવું અને તેની પાસેથી કઈ રીતે નાણા પડાવવા એ તમામ બાબતોથી મનીષાએ દિવ્યાને તૈયાર કરી હતી, હવે જ્યારે મનીષા ગોસ્વામીની ધરપકડ થઈ ચૂકી છે ત્યારે આ પ્રકરણમાં મનીષાની ભૂમિકા સાથે જેલમાં બંધ અને કોઈ તેના સાગરીતો કે જેલની બહાર મનીષાનો વહીવટ સંભાળનારા કોણ કોણ હતા હતા અને હાલ કોણ કોણ છે તે વિગતો ખુલવાની શક્યતા જોવાય છે. એ પણ નોંધનીય છે કે આ પ્રકરણમાં મનીષાના પતિ ગુજ્જુ ગીરીની પણ ભુંડી ભૂમિકા સાથે અંજારના બે વકીલ સહિત અત્યાર સુધી 13 આરોપીઓ સામે ગુનો નોંધાય ચૂક્યો છે એ પૈકી હજુ પાંચ આરોપીઓ પોલીસ પકડથી બહાર છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

ચાર્મી વિનોદ સોલંકીએ સિલ્વર મેડલ હાંસલ કરી ગૌરવ અપાવ્યું

Kutch Kanoon And Crime

રાપરના એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની હત્યા મામલે જિલ્લા પંચાયત અધ્યક્ષના ભાઈને ભચાઉ નજીકથી રાઉન્ડઅપ કરાયા…?

Kutch Kanoon And Crime

અબડાસા પેટા ચૂંટણીમાં કોંગ્રેસના કેટલાક કાર્યકરો ધીરજ ગુમાવવા લાગ્યા…

Kutch Kanoon And Crime

Leave a comment