તાજેતરમાં ‘લીઓ ક્લબ’ દ્વારા ઓપન કચ્છ ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 50 થી વધારે ખેલાડીઓ ભાગ લીધો હતો જેમાં પશ્ચિમ કચ્છ પોલીસના આસિસ્ટન્ટ પોલીસ સબ ઈન્સ્પેક્ટર સંજય વેલજીભાઈ દાવડા પાંચ રાઉન્ડમાં એક પણ રાઉન્ડ હાર્યા વગર ઉત્કર્ષ દેખાવ કારી જિલ્લા લેવલની ચેસ સ્પર્ધામાં 31’મી વખત ચેમ્પિયન બની કચ્છ પોલીસનું ગૌરવ વધાર્યું હતું. પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘ, ડી.વાય.એસ.પી., બી.એમ. દેસાઈ, જે.એન. પંચાલ, ડી.વાય.એસ.પી.,ભુજ વિભાગ, પોલીસ મુખ્ય મથકના રીઝર્વ પોલીસ ઈન્સ્પેક્ટર આર.જે.રાતળા, ગ્રાઉન્ડ મેજર નવલજી કલાજી મોડિયા સહીતનાઓએ અભિનંદન પાઠવ્યા હતા.
પ્રકાશીત નિતેશ ગોર – 9825842334