ગઈકાલે મુંબઈથી ભુજ આવતી સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરતા અને વિરોધ કરનાર પ્રવાસીઓ સામે દાદાગીરી કરતા બે યુવકોને મુસાફરોએ રંગેહાથ પકડી પાડી રેલવે પોલીસને સુપરત કર્યા હતા પરંતુ રેલવે પોલીસને સુપરત કરતી વખતે પોલીસ કર્મચારીઓના મોઢા પરના હાવ ભાવ સ્પષ્ટ સંકેત આપતા હતા કે ગુજરાતમાં પોલીસ પ્રશાસનનો ભય ક્યાંય દેખાતો નથી.
ગઈકાલે સયાજીનગરી એક્સપ્રેસમાં બે યુવાનો પોલીસ પ્રશાસનનો ભય ન હોય તે રીતે દારૂનું વેચાણ કરતા નજરે ચડયા હતા આ અંગે એક યુવતીએ વિરોધ કરતા સંબંધિત બે યુવકોએ લાજવાના બદલે ગાજવાનો પ્રયાસ કર્યો હતો. આવા વર્તનથી પેસેન્જરો પણ ઉશ્કેરાઇ ગયા હતા અને બે યુવકોને પકડી પાડી રેલવે પોલીસને જાણ કરી હતી પરંતુ રેલવે પોલીસ દ્વારા આ બંને યુવકોને પકડી પાડવા માટે જે હોંશલો બતાવો જોઈએ તેની જગ્યાએ રેલવે પોલીસ કર્મચારીઓના હાવભાવ સ્પષ્ટ સંકેત આપતા હતા કે આ યુવકો નિયમિત ધંધો કરતા હશે પોલીસ પ્રશાસનની મહેરબાની શિવાય આ રીતે ખુલ્લેઆમ રેલવેમાં દારૂનું વેચાણ કોઈ કાળે શક્ય નથી ત્યારે આખી ઘટનાની ઉંડી તપાસ કરવી જોઈએ, રાજ્ય સરકાર ખરેખર ગુજરાતમાં દારૂબંધી છે તે પ્રસ્થાપિત કરવા ઇચ્છતી હોય તો આ પ્રકરણની અત્યંત ગંભીરતાથી લેવાની જરૂર છે.
પ્રકાશીત નિતેશ ગોર – 9825842334