કોરોના મહામારીના પગલે સતત લોક ડાઉનલોડ હોવાથી અને આજથી મહદંશે લોકડાઉનનો અંત આવી ગયો છે અને કચેરીઓ ધમધમતી થયાની સાથે જ લાંચીયા ગણાતા સરકારી બાબુઓ પણ સક્રિય થઈ ગયા હોય તેમ આજે માંડવી તાલુકાના ગોધરા ગામે એક વ્યક્તિએ પોતાની માલિકીની જમીન માપણી અંગે ભુજ (DILR) કચેરીમાં કરેલી અરજી અનુસંધાને કચેરી દ્વારા આઉટસોર્સિંગ સર્વેવેયરને કામગીરી સોંપાયા બાદ સર્વેયર અને તેનો વચેટિયો એમ બે જણા મળી રૂપિયા 4 હજારની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોના હાથે ઝડપાઈ ગયા હતા. સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ગોધરા ગામે ફરિયાદી દ્વારા પોતાની માલિકીની જમીન માપણી કરાવવાની હોઈ આ માટે કચેરીમાં અરજી કરાયા બાદ કચેરી દ્વારા આઉટસોર્સિંગ સર્વેયર તરીકે વિક્રમસિંહ બહાદુરસિંહ જાડેજાની નિયુકિત હતી જેથી ફરિયાદીએ વિક્રમસિંહ જાડેજાનો સંપર્ક કરતા વિક્રમસિંહ દ્વારા રૂપિયા 4 હજાર રૂપીની લાંચની માગણી કરાઇ હતી આ અંગે ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યુરોને જાણ કરતા ACBની ટીમ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું જેમાં વિક્રમસિંહ જાડેજા અને તેમના વચેટિયા તરીકે રૂપિયા 4000 સ્વીકારનાર મઝહર હુસૈન નામનો શખ્સ મળી બંનેને ACBએ રંગે હાથ ઝડપી લીધા હતા. લાંબા સમય પછી કચ્છમાં આજથી કચેરીઓ ધમધમતી થયાના પ્રથમ દિવસે જ સરકારી એજન્સીના આઉટસોર્સિંગ સર્વેયર લાંચમાં સપડાઈ જતા સરકારી બાબુઓમાં સનસનાટી મચી ગઇ છે. આ સફળ કામગીરીમાં એમ.જે. ચૌધરી પોલીસ ઇન્સપેક્ટર ભૂજ અને સુપરવિઝન અધિકારી તરીકે કે.એચ. ગોહિક મદદનીશ નિયામક એ.સી.બી. બોર્ડર એકમ ભૂજ વિભાગ સાથે રહ્યા હતા.
અહેવાલ : સુનિલ મોતા માંડવી બ્યુરો
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334