Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchMundra

મુન્દ્રા પોલીસ સ્ટેશન કસ્ટોડિયન ડેથના ફરાર આરોપીઓ પૈકી કપિલ દેસાઈ નામનો પોલીસ કર્મી ઝડપાયો

સમગ્ર રાજ્યમાં ચકચારી મુન્દ્રા પોલીસ સ્ટેશન કસ્ટોડિયન ડેથના ફરાર આરોપી પોલીસ કર્મચારીઓ પૈકી કપિલ દેસાઈ નામનો પોલીસ કર્મચારી પકડાઈ ગયો છે. મુન્દ્રા કસ્ટોડિયન ડેથના ફરાર આરોપીઓ પૈકી કપિલ દેસાઈ અને ગફુલજી ઠાકોર નામના બે પોલીસ કર્મચારીઓની સંડોવણી ખુલ્યા બાદ ગફૂરજી ઠાકોર અને કપિલ દેસાઈ નામના બે કર્મચારીઓ સામે પાછળથી ગુનો નોંધાયો હતો આ બે કર્મચારીઓ પૈકી ગફૂરજીને તેના વતનમાંથી થોડા દિવસ પહેલા જ પકડી પાડવામાં આવ્યો છે જ્યારે કપિલ દેસાઈ ફરાર હતો એને પણ પકડી પાડવામાં આવ્યો છે સંભવત તેને અદાલતમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવી છે કપિલ દેસાઈ ઝડપાઇ જતાં હવે મુખ્ય સૂત્રધાર એવા ત્રણ પોલીસ કર્મચારીઓ શક્તિસિંહ ગોહિલ, જયદેવસિંહ ઝાલા અને અશોક કનાડને પકડવાના બાકી છે પરંતુ આ ફરાર એ પોલીસ કર્મચારીઓ પકડાશે કે કેમ આ એક એક સવાલ છે કારણ કે આ ત્રણે ફરાર પોલીસ કર્મચારીઓ કસ્ટોડિયલ ડેથના મુખ્ય આરોપીઓ છે અને તેથી તે કેટલાક માટે જીવતા વિસ્ફોટક સાબિત થઈ શકે છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

કોરોના વાયરસને ધ્યાને સમગ્ર ભારતદેશમાં લોકડાઉનની અમલવારી કડક રીતે થાય છે તેવા માહોલમાં ગાંધીધામમાં દારૂ ઝડપાયો

Kutch Kanoon And Crime

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાંતવને કચ્છ કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ

Kutch Kanoon And Crime

ભારતના દબાણ હેઠળ, પાકિસ્તાને BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને ધરપકડમાંથી મુક્ત કર્યા…

Leave a comment