રાજ્યકક્ષાના પૂર્વ મંત્રી અને કચ્છના મોભી એવા શ્રી તારાચંદભાઈ છેડાએ તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા રજૂ થયેલા બજેટમાં કચ્છના છેવાડાના વિસ્તાર સુધી નર્મદાના નીર પહોંચે તે માટે પાંચ હજાર કરોડની જરૂરિયાત હોવા છતાં અને મુખ્ય પ્રધાન શ્રી વિજય રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કચ્છને ખાતરી આપ્યા છતાં જરૂરી બજેટ ન ફાળવીને કચ્છીઓની મજાક ઉડાવી છે તેમ જણાવી આ મુદ્દે ફેર વિચારણા કરવાની લાગણી વ્યક્ત કરી છે. કચ્છ માટે સતત જાગતા રહેતા પરંતુ પોતાની ઉમર અને સ્વાસ્થ્યના કારણે રાજકારણથી લગભગ અલિપ્ત થઇ ગયા છતાં કચ્છને જરા સરખું પણ અન્યાય થાય એટલે જેમનું જીવ ઉકળી ઉઠે છે એવા તારાચંદભાઈ છેડાએ કચ્છને નર્મદાના નીર પ્રશ્ને તાજેતરમાં બજેટમાં કરવામાં આવેલી અવગણનાને દુઃખદ ગણાવીને કચ્છના સાંસદ અને કચ્છ ભાજપના અધ્યક્ષને જો જરૂર પડે તો વડાપ્રધાન સુધી આ મુદ્દે રજૂઆતો કરવાનું કહીને રાજ્યમંત્રી વાસણભાઇ આહિર દ્વારા મુખ્યમંત્રી સમક્ષ થયેલી રજૂઆતને આવકાર્ય ગણાવી છે તેમણે અખબારી યાદીમાં રાજ્યના મુખ્યમંત્રી રહેલા આનંદીબેન પટેલના સમયમાં થયેલા નર્મદાના કામોની સરાહના સાથે યાદ અપાવી મુખ્યપ્રધાન શ્રી વિજય રૂપાણીનો કાન આમળવાનો પણ પ્રયાસ કર્યો છે શ્રી છેડાના જાહેર પત્રના પ્રત્યાઘાત પડવાની શક્યતા જોવાઈ રહી છે.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334