ભારતના પૂર્વ કેન્દ્રીય મંત્રી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કોંગ્રેસના આગેવાન માધવસિંહ સોલંકીનો નિધન થતા કોંગ્રેસ પક્ષમાં શોકનું મોજુ ફરી વળ્યું છે સદ્દગતના નિધન અંગે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ શ્રદ્ધાંજલિ આપતા દુઃખદ સાથે જણાવ્યું હતું કે, સદગત માધવસિંહ સોલંકી ગુજરાત પ્રદેશ પ્રમુખ, કેન્દ્રીય મંત્રી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી પદે રહી ગુજરાતનો ખૂબ જ વિકાસ કર્યો હતો. તેઓ ખૂબ જ લોકલાડીલા નેતા હતા. તેઓના નિધનથી કોંગ્રેસ પક્ષે એક સાચા નેતા ગુમાવ્યા છે. તેઓની આત્માને શાંતિ માટે ભાવાંજલિ અર્પણ કરી તેઓના નિધન બદલ કચ્છ ક્ચ્છ કોંગ્રેસના આગેવાનો યજુવેન્દ્રસિંહ જાડેજા, વી.કે. હૂંબલ, સંતોકબેન આરેઠીયા, નવલસિંહ જાડેજા, જુમાભાઈ રાયમા, આદમ ચાકી, ઉષાબેન ઠક્કર, શૈલેન્દ્રસિંહ જાડેજા, વાલજીભાઈ દનીચા, શિવજીભાઇ આહીર, ઇબ્રાહીમભાઇ મંધરા, મહેશભાઈ ઠક્કર, અરજણભાઈ ભુડીયા, રફિકભાઈ મારા, કલ્પનાબેન જોશી, રવિન્દ્ર ત્રવાડી, ભરતભાઈ ઠક્કર, શિવદાસભાઈ પટેલ, મોહન શાહ, નારણભાઈ સોંઘરા, શામજીભાઈ આહીર, હકુમતસિંહ જાડેજા, ગનીભાઇ કુંભાર, ડો. રમેશ ગરવા, રાજેન્દ્રસિંહ જાડેજા, ફકીરમામદ કુંભાર, ધીરજ રૂપાણી, મુસ્તાક હિંગોરજા, અંજલી ગોર વગેરે શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334