બોર્ડર રેન્જ પોલીસ મહાનિરીક્ષક જે.આર મોથાલીયા તેમજ પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ અધિક્ષક સૌરભસિંગની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક જે.એન. પંચાલ ભુજ વિભાગના માર્ગદર્શન હેઠળ પદ્ધર પોલીસ સ્ટેશનમાં આવતા કુકમાં ગમે થયેલ હત્યાના આરોપીઓને ગણત્રીના સમયમાં પકડી પાડવામાં આવેલ. આ પકડાયેલા આરોપીઓમાં સોકતઅલી ઉર્ફે અભલો બરકતઅલી પઠાણ રહે સુરલભીટ ભુજ, અને ઉંમર સુમાર બાફણ રહે કુકમાં તાલુકો ભુજવાળાને પકડી પાડી સરકારી નિયમ પ્રમાણે કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ અટક કરવામાં આવેલ છે.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334