Kutch Kanoon And Crime
GujaratBhujKutchSpecial Story

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે વિશ્વના સૌથી મોટા હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કની ધોરડો ખાતેથી ઇ-શિલાન્યાસ વિધિ કરાઈ

(ધર્મશાળા મધ્યે હાઇબ્રિડ એનર્જી પાર્કની આધારશીલા રખાઇ)

ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સીમા કચ્છની સરહદે મોટા રણમાં ધર્મશાળા પાસે દુનિયાનું સૌથી મોટું 30 GWનું હાઈબ્રિડ પુનઃપ્રાપ્ય ઊર્જા પાર્કનું ઇ-શિલાન્યાસ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે કરવામાં આવ્યું. કચ્છના ધર્મશાળા પાસે ૭૨,૬૦૦ હેકટરમાં ફેલાયેલા આ ઊર્જા પાર્કમાં પવન, સૌર અને ઊર્જા સંગ્રહ માટે એક સમર્પિત હાઇબ્રીડ પાર્કનું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ધોરડો ખાતેથી શિલાન્યાસની તકતીનું અનાવરણ કર્યું હતું.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા લેવાયેલા ૪૫૦ GW વીજળી ઉત્પાદનના લક્ષ્યને ૨૦૩૦ સુધીમાં પૂર્ણ કરવાના ભાગરૂપે ૩૦ GWના હાઇબ્રિડ એનર્જી પાર્કની આધારશીલા ધર્મશાળા ખાતે આયોજિત કાર્યક્રમમાં રખાઇ હતી. આ વેળાએ ઉપસ્થિત આમંત્રિત મહેમાનોએ આ ક્ષણને વધાવી લીધી હતી. ધર્મશાળા મધ્યે આયોજિત કાર્યક્રમમાં કોવીડ-૧૯ની ગાઇડલાઇન અનુસાર સામાજિક અંતર જાળવીને સિમિત સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ વેળાએ જી. એસ. ઈ, સી. એલ. ના મેનેજીંગ ડિરેક્ટર એમ. પ્રસન્ન, જી. એસ. ઈ, સી. એલ.ના પૂર્વ એક્સિક્યુટીવ ડાયરેક્ટર એચ. એન. બક્ષી, જી. એસ. ઈ. સી. એલ.ના પ્રોજેક્ટ ચીફ એન્જિનીયર વાય.ડી. બ્રહ્મભટ્ટ સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધર્મશાળા મધ્યે ખાસ ફરજ પરના અધિકારી અને ગીર સોમનાથ જિલ્લાના પુરવઠા અધિકારીશ્રી સુશીલ પરમાર, નખત્રાણા મામલતદારશ્રી વી.કે. સોલંકી, પીજીવીસીએલના એક્ઝીક્યુટીવ એન્જિનીયર શ્રી એમ.કે. વોરાએ સમગ્ર વ્યવસ્થા સંભાળી હતી. આ પ્રસંગે આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન મનન ઠક્કર દ્વારા કરાયું હતું.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

મુન્દ્રા તાલુકાના વવાર અને ચંદ્રોડા વચ્ચે 25થી વધુ ઘેટા બકરાને કચડી નાખાતા ખળભળાટ

Kutch Kanoon And Crime

રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં દરેક જવાબદાર અધિકારી મંત્રીઓને સજા આપો : વાલીઓનો આક્રોશ…

Kutch Kanoon And Crime

નાના કપાયામાંથી કેટલફિડ (મરઘાના ચણ)નો જથ્થો ઝડપાયો

Kutch Kanoon And Crime

Leave a comment