Kutch Kanoon And Crime
GujaratAbdasaKutchSpecial Story

સુઝલોન દ્વારા બુડીયા ગામના વિકાસ માટે CSR હેઠળ લાખો રૂપિયા અપાયા અને મોટી સિંધોડીની માત્ર 25 મીટર તૂટી ગયેલી પાપડી રીપેરીંગ કરવા કરગરવું પડે….!!?

મોટી સિંધોડી ગામની સીમમાં જ્યાં લગભગ 90 થી વધુ પવન ચક્કીઓ આવેલી છે એ સૂઝલોન કંપની દ્વારા થોડા દિવસ અગાઉ બુડીયા ગ્રામ પંચાયતને કંપનીના CSR ફંડ દ્વારા ગામના વિકાસ માટે રૂપિયા લાખો રૂપિયાની માતબર રકમ ફાળવાયાનું જાણવા મળી રહ્યું છે તે યોગ્ય છે કેમ કે એ ગામની અંદર શાળા, પ્રોટેકશન દિવાલ ઉપરાંત ગૌશાળા માટે વરંડા વગેરે બનાવવા CSF ફંડમાંથી રકમ ફાળવવી પડે જે નિયમનુસર હોય છે તો સુઝલોન કંપની દ્વારા મોટી સિંધોડી ગામ સાથે રીતસરના ભેદભાવે કંપનીની મોટી સિંધોડી ગામ પ્રત્યેની નીતિ રીતી સામે અનેક સવાલ ઊભા કર્યા છે માત્ર એટલું જ નહીં પરંતુ આ નીતિ રીતે અને નિયત સામે મોટી સિંધોડી ગામના નેતૃત્વ સામે પણ શંકા ઊભી કરી દીધી છે આસપાસના ગામડાઓને કંપની દ્વારા ઉદાર હાથે ફાળો અપાતો હોય અને મોટી સિંધોડી ગામ જ્યાંને કંપનીને આવક થાય છે ત્યાં કાઈ નહિ..? કંપની દ્વારા ગામને કોઈ પણ જાતનો સહયોગ ન અપાતો હોય છતાં ગામનું નેતૃત્વ પણ મૌન રહે એ અનેક પ્રકારે શંકાઓ ઉભી કરે છે.

ગામની નદી પરની તૂટી ગયેલી માત્ર 25 થી 30 મીટર પાપડી સિમેન્ટ કરવા માટે વિનંતીઓ પર વિનંતીઓ અને કરગરવું પડતું હોય તેમ છતાં કંપની દાદ ન આપતી હોય એ ગામના નેતૃત્વ માટે અત્યંત શરમજનક બાબત છે તેમ કહેવું અતિશ્યોકતી નથી આશ્ચર્યની બાબતે છે કે મોટી સિંધોડી ગામની સીમમાંથી આડેધડ પોતાના વાહનો ચલાવવા માટે કંપની દ્વારા બનાવેલ રસ્તા ઉપરાંત અનેક ઠેકાણે સિમેન્ટના પુલિયા બનાવાઈ રહ્યા છે અને બની પણ ગયા છે એ પુલિયા બનાવવા માટે કંપની દ્વારા ગ્રામ પંચાયતની કોઈ પૂર્વ મંજૂરી લેવાય ન હોવા છતાં પંચાયત દ્વારા આ કામ અટકાવવા માટે કે કોઈ પગલા લેવા માટે હજુ સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી, બાબતથી તલાટીશ્રી આ હકીકતથી વાકેફ ન હોય એવું બની શકે નહીં ત્યારે આ બાબતે સૌ કોઈ લાગતા વળગતાઓનું ભેદી મૌન ભેદભરમ સર્જે છે ત્યારે આ બાબતે તાલુકા વિકાસ અધિકારી, તાલુકા મામલતદાર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા તપાસ થવી જરૂરી છે.

નોંધનીય છે કે મોટી સિંધોડી ગામની અંદર શાળા અને આંગણવાડી તરફ જવા માટે રસ્તો નથી કિચડ ભરાયેલું પડ્યું છે છતાં કોઈના પેટનું પાણી હાલતું નથી. હકીકતે જે ગામની ગ્રામ પંચાયતની હદમાં જે પણ કંપની આવે તે કંપનીની જવાબદારી બને છે સ્થાનિક વિકાસ કરવાની, તમે જોયું હશે અનેકને ખયાલ પણ છે કે મુન્દ્રામાં અનેક કંપનીઓ આવી છે જે કંપનીઓ દ્વારા સ્થાની ગ્રામ પંચાયતના ચુંટાયેલા પ્રતિનિધિ દ્વારા કંપની અને જનભાગીદારી સાથે સ્થાનિક ગામની સુવિધાઓ ઉભી કરી જરુરત મુજબની ઉપલબ્ધ કરાવે છે પરંતુ અહી આ ગામમાં એવું કયા દેખાતું નથી. આ ગામને હર હમેશા ધિક્કર્વામાં આવે છે જેનું પરિણામ છેલ્લા ચારેક દાયકાઓથી જોઈ રહ્યા છો. આ ગામને લાગે વળગે છે ત્યાં સુધી આ ગામે તાલુકા કક્ષાનું નેતૃત્વ કર્યું છતાં એ નેતૃત્વમાં સાયદ પણ એવી નહિ આવી હોય કે તેઓ ગામ માટે કાઈ કરી બતાવે અથવા ગામને જરુરત પૂરતી કંપની દ્વારા સુવિધાઓ પૂરી પાડવા મદદરૂપ થાય જે સનાતન સત્ય છે. હવે વાત એ છે કે જો સુઝલોન અહી આ ગામની રોટી ખાઈને ગામમાં જ…. તો આવી કંપનીના સંચાલકોની શાન ઠેકાણે લાવવી જરૂરી છે જે કાયદેસર રીતે સૌ ગ્રામજનો સાથે મળીને કરી શકે છે. પોતાના હક માટે કે સ્થાનિક જે કર્મભૂમિ હોય તે ભૂમિના લોકો માટે સાથ આપવો એ વિરોધ નથી પરંતુ તમારામાં રહેલી માનવતા છે.

નોંધ…
1) અંજાર તાલુકાના ભિમાસર ગામનો જુઓ વિકાસ…
2) મુંદ્રા તાલુકાના ગામડાઓનું જુઓ વિકાસ…
3) ગાંધીધામ તાલુકાના અનેક એવા ગામડાઓ છે જ્યાં કંપની દ્વારા CSR ફંડ માંથી જુઓ વિકાસ. આવા અનેક ગામડાઓ છે જ્યાં યોગ્ય નેતૃત્વ કરનારા અને કંપની દ્વારા આપતી CSR ફંડના ફાયદાઓ નજર સમક્ષ દેખાય છે…
આને કહેવાય ગામનો નેતૃત્વ અને કંપની દ્વારા આપતા સહયોગ…

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

અંજાર તાલુકા હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો. રાજીવ અંજારિયા હની ટ્રેપ (ગુદગુદી)નો શિકાર…!!?

Kutch Kanoon And Crime

7’મી ડિસેમ્બર શનિવારે મુંબઈના બોરિવલીમાં આયોજીત ઝરુખો કાર્યક્રમનું આયોજન…

Kutch Kanoon And Crime

ધર્મ – સેવા – માનવતા થકી ભારતનું ભવિષ્ય ઉજળૂ છે. – પૂ. મોરારી બાપુ

Leave a comment