Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGandhidhamGujaratKutch

ગાંધીધામમાં “હિટ & ડેથ” એસ.પી.ઓફીસ નજીક અકસ્માતમાં કાર ચાલકે બે જણાનો જીવ લીધો

ગાધીધામ – આદિપુરને જોડતાં ટાગોર રોડ પર એસપી ઑફિસ નજીક સાંજના ભાગે એક i20 કારના ચાલક મન મુકીને રસ્તાને જાગીર સમજી પુર ઝડપે કાર હંકારીને બે જણાને મોતને ઘાટ ઉતારી દીધા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગાંધીધામ થી આદિપુર જતી એક i20 કાર “જીજે-12 ડીએમ-9350″ના ચાલકે બેફામ હંકારી સૌપ્રથમ રસ્તો ઓળંગી રહેલી મંજુબેન હરીમન બાવરીયા નામની 30 વર્ષની મહિલાને ટક્કર મારી હતી તો મંજુબેનને ટક્કર માર્યાં બાદ ગાડીની સ્પીડ એટલી ભયંકર હતી કે કાર આખે આખી ફંગોળાઈ ગઈ હતી જેના કારણે આગળ જતાં એક્ટિવા ચાલક વિષ્ણુકુમાર બળદેવભાઈ રાઠોડ (ઉ.વ.42)ને જોરદાર ટક્કર વાગી હતી અને તે એક્ટિવ ચાલક પણ ફંગોળાઈ ગયો હતો આ અકસ્માતની ઘટનામાં મંજુબેન અને વિષ્ણુકુમાર બેઉના મોત થઇ જતા કાર ચાલક સામે કાયદેસરનો ગુનો દાખલ થયો હતી અને આ અકસ્માત સર્જી કારચાલક સ્થળ પરથી નાસી છૂટ્યો હતો આ બનાવના પગલે લોકોના ટોળાં સ્થળ પર એકઠાં થઈ ગયાં હતા તો ઘટનાના સમાચાર મળતા આદિપુર પોલીસ સ્થળ પર દોળી ગઈ હતી. વધુ તપાસ કરતા મંજુબેન મૂળ રાજસ્થાનના વતની છે અને છૂટક નાની-મોટી ચીજવસ્તુ વેચતાં હતા. તેઓ પાણી ભરીને આવતાં હતા ત્યારે કારચાલકે તેમને અડફેટે લીધા હતા. વિષ્ણુભાઈ રાઠોડ (મૂળ રહે. માંડલ, અમદાવાદ) કિડાણાની ગાયત્રી હાઉસીંગ સોસાયટીમાં રહેતા હતા અને કિડાણાની સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા.

સ્ટોરી : દિનેશ જોગી અંજાર
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

નાના કપાયામાંથી કેટલફિડ (મરઘાના ચણ)નો જથ્થો ઝડપાયો

Kutch Kanoon And Crime

ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત વિશ્વ યુવા સંમેલન યોજાયું

Kutch Kanoon And Crime

માંડવી : ગોધરા ગામની ખારોડ નદીમાં ગરકાવ થયેલા યુવાનની લાશ મળી આવી…

Kutch Kanoon And Crime

Leave a comment