પોલીસ મહાનિરિક્ષક જે.આર. મોથલીયાની સૂચના સાથે પશ્ચિમ ક્ચ્છ પોલીસ અધિક્ષક સૌરભસિંઘની આગેવાની અને ડી.વાય.એસ.પો. જે.એન. પંચાલના માર્ગદર્શન હેઠળ મુન્દ્રા પોલીસ ઇન્સ્પેક્ટર જે.એ. પઢિયારની સૂચના પ્રમાણે મુન્દ્રા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગ કડક બનાવી રહ્યા હતા અને સતત પેટ્રોલીંગમાં હોતા પો.હેડ.કોન્સ. પુષ્પરાજસિંહ ચુડાસમા, જયપાલસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે એક બાઇક ચોરાઈ હતી જે બાઇક ચોરને પકડી પાડ્યું હતું. પકડાયેલ આરોપીમાં અજય મનસુખભાઇ પરમાર રહે મુન્દ્રા વાળો અને તેની સાથે એક સગીર આરોપીને પણ કાયદાના સંઘર્ષ પ્રમાણે અટક કરી 15 હજારનું બાઇક પણ પકડી પડ્યું હતું. આ કામગીરીમાં પો.હેડ. કોન્સ. જ્યેન્દ્રસિંહ ઝાલા, પુષ્પરાજસિંહ ચુડાસમા, જયપાલસિંહ જાડેજા, પો.કોન્સ. દર્શનભાઈ રાવલ સાથે રહ્યા હતા.
અહેવાલ : સમીર ગોર મુન્દ્રા બ્યુરો
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334