1-અબડાસા પેટા ચૂંટણીના ધમધમાટ વચ્ચે રાજકીય પક્ષ પાર્ટી સાથે અપક્ષ ઉમેદવાર આ પેટા ચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે ત્યારે બંને મુખ્ય પક્ષોની વાત કરવામાં આવી તો બંને મુખ્ય પક્ષોમાંથી ઉમેદવાર તરીકે ઉભેલા બંને ઉમેદવારોને જીતાડવા માટે બંને પાર્ટીઓમાંથી રાજ્યકક્ષા સાથે કેન્દ્રીય લેવલનાના મંત્રીઓ સાથે નાના મોટા હોદા ધરાવતા હોદેદારો આ પેટા ચૂંટણીના પ્રચાર પ્રવાસમાં જોડાઈ ગયા છે ત્યારે બંને પાર્ટીઓના નાના-મોટા કાર્યકરો પ્રચાર માટે આવનારા પોત પોતાની પાર્ટીના નેતાઓની ગોઠવણી અને વ્યવસ્થા કરવામાં જોતરાઇ ગયા હોય સાથે બંને પક્ષોના કાર્યકરો પોત પોતાના ઉમેદવારને જીતાડવા માટે રોજે રોજ અબડાસા પેટાચૂંટણીમાં આવતા ત્રણ તાલુકાનું પ્રવાસ કરી રહ્યા હોય ત્યારે સ્વભાવિક છે દરેક કાર્યકરોને દરરોજ અલગ અલગ લેંગા-ઝબાની જરૂર તો પડવાની જ, છેલ્લા પંદરેક દિવસથી પ્રચારમાં લાગી ગયેલા આ કાર્યકરોમાં હવે એવી ચર્ચા થવા લાગી છે કે હવે તો અમારી પાસે લેંગા-ઝબા ખૂટી પડ્યા પણ નેતાઓનો પ્રચાર ન ખૂટયો..! આ વખતની 1-અબડાસા પેટા ચૂંટણીમાં એ જોવાનું રહ્યું કે, બને મુખ્ય પક્ષો પોતાના ઉમેદવારને જીતાડવા માટે પોત પોતાની તાકાત તો લગાડી છે ત્યારે કયો પક્ષ પોતાના ઉમેદવારને જીતાડી શકે છે એ હવે 10 તારીખના પરિણામના દિવસે ખ્યાલ આવશે પણ અત્યારે તેઓના પ્રચારમાં લાગી ગયેલાઓના મુખે એવું પણ ચર્ચાવા લાગ્યું છે કે, જે જીતે એ… પણ આપણે તો મોજ પડી ગઈ, દરરોજ નવી નકોર ગાડીમાં બેસી પ્રવાસ કરવાની..! હાં… પણ હવે લેંગા-ઝબા ખૂટયા એનું શું..!
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334