Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutch

ખાવડા : રિમાન્ડ પૂર્ણ થતા પ્રેમી યુગલ જેલ હવાલે…

રાપર તાલુકામાંથી પકડાઈ ગયેલા અને ભુજ તાલુકાના ખારી ગામના એક નિર્દોષ વ્યક્તિની હત્યા કર્યાના આરોપી પ્રેમી યુગલને રિમાન્ડ પુરા થતા જેલ હવાલે કરાયા…

કચ્છ ભરમાં ચકચાર જગાવનાર ભુજ તાલુકાના ખારી ગામના પ્રેમી યુગલના દસ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આ પ્રેમી યુગલને અદાલતના આદેશ પ્રમાણે જેલ હવાલે કરાયા હતા. ખારી ગામના અનિલ ગોપાલ ગાગલ અને રામીબેન કાના ચાડ ભુજમાંથી એક નિરાધાર વ્યક્તિનું અપહરણ કરી તેની હત્યા કરી બાદમાં પોતે આત્મહત્યા કરી છે તેવું પ્રતિપાદિત કરવાનો પ્રયાસ કરી પોતાના અનૈતિક પ્રેમ પ્રકરણને ઢાંકવાનો પ્રયાસ કરીને ફરાર થઈ ગયા હતા લગભગ ત્રણ મહિના સુધી રહસ્યના આટાપાટા સર્જનાર આ ઘટનાનો આખરે ત્રણ મહિના પછી ભાંડો ફૂટ્યો હતો. જેમાં પોતાના પ્રેમી સાથે નાસી જનાર રામીબેન પિતા પાસે હાજર થતા આ પ્રકરણ બહાર આવ્યું હતું. રામીબેન મૃત્યુ પામી છે તેમ માનીને જેની ઉત્તર ક્રિયા કરી નખાઈ હતી એ રામીબેન હાજર હતા ખુદ તેના પિતા સહિત પરિવારજનો આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા અને આખરે પાપનો ઘડો કૂટ્યો હતો. પોલીસે આ પ્રેમી યુગલને રાપર તાલુકામાંથી ઝડપી લીધા બાદ એક સનસનાટી ભરી કહાની બહાર આવી હતી જેમાં આ પ્રેમી યુગલ ભરત ભાટિયા નામના એક નિરાધાર વૃદ્ધનું અપહરણ કરી તેની હત્યા કરી નાસી ગયું હતું. રામીબેન અને અનિલ ગાંગલ નાસી ગયા બાદ પ્રથમ રવેચી મંદિર રોકાયા હતા ત્યાંથી તેઓ દ્વારકા નજીકના કોઈ ગામે બે થી અઢી મહિના સ્થાયી થયા હતા. બાદમાં પોતે કરેલ પાપનો ઘડો ભરાઈ જતા આ પ્રેમી યુગલ પરત ભુજ આવ્યું હતું અને ઉમેદનગરમાં એક ભાડાનું મકાન રાખી ત્યાં રહેવા લાગ્યું હતું. પોલીસે આ પ્રેમી યુગલની ધરપકડ કર્યા બાદ એક નિર્દોષ વ્યક્તિની હત્યાનો ભાંડો ફૂટ્યા પછી પોલીસે આ પ્રેમી યુગલને અદાલતમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા જેની સામે નામદાર અદાલતે દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ રિમાન્ડ દરમિયાન પોલીસે આ પ્રેમી યુગલ જ્યાં જ્યાં રોકાયું હતું એ તમામ સ્થળોની મુલાકાત લઇ પુરાવા એકઠા કર્યા હતા ઉપરાંત આ પ્રેમી યુગલે જે નિર્દોષ વ્યક્તિની હત્યા કરી હતી એ વ્યક્તિનું અપહરણ ક્યાંથી કરાયું અને તેની હત્યા ક્યાં અને કઈ રીતે કરાય તેનું ડેમોટેશન પણ કરાવ્યું હતું. આ તમામ કાર્યવાહી પૂરી થતાં ગઈકાલે પોલીસે રિમાન્ડ પુરા થતા હોય આરોપી પ્રેમી યુગલને અદાલતમાં રજૂ કરતા અદાલતે આરોપી રામીબેન અને અનિલને જેલ હવાલે કરવાનો હુકમ કરતા આ આરોપી પ્રેમી યુગલને જેલ હવાલે કરાયા છે હવે પોલીસ આ આરોપી સામે ચાર્જશીટ તૈયાર કરવામાં લાગી ગઈ છે અને જેમ બને તેમ ઝડપથી ચાર્જશીટ પૂરી કરી અદાલતમાં રજૂ કરીને ઝડપથી આ કેસ ચાલે અને આરોપીઓને ઝડપથી સજા થાય તે માટેની કવાયત હાથ ધરાઈ છે.

પ્રકાશિત નિતેશ ગોર : 9825842334

Related posts

બંધાણીઓના મોઢામાં પાણી : અદિપુરમાં પોતાના ઘરમાં સિગારેટ વેંચતા પિતા-પુત્ર પોલીસ હીરાસતમાં

Kutch Kanoon And Crime

મુન્દ્રા તાલુકાના બારોઇ જુથ ગ્રામ પંચાયતની જાણો શ્રેષ્ઠ કામગીરી

Kutch Kanoon And Crime

ભચાઉના શિકારપુર ઓનર કિલિંગ ખૂન કેસમાં આરોપીઓની જામીન અરજી નામંજૂર કરાવતા સરકારી વકીલ ડી.બી.જોગી અને હિતેન્દ્રસિંહ જાડેજા

Leave a comment