નવી મુંબઈના નેરુલ ખાતે કચ્છી બિલ્ડર સવજીભાઈ મંઝેરીની હત્યા થયાની ચકચાર હજુ સમી નથી ત્યાં દક્ષિણ મુંબઈના ગ્રાન્ટ રોડ પર રહેતા એક કચ્છી વેપારીએ માનસિક સમતુલા ગુમાવી પડોશીઓ પર છરીથી ઘાતક હુમલો કરી નાખતા ઘટના સ્થળ પર બેના મોત…
મહાનગર મુંબઈમાં વસતા કચ્છી સમુદાયમાં હાહાકાર મચાવી દેનાર સામુહિક હુમલા સાથે હત્યાની આ ઘટનામાં બેના મોત થયા છે જ્યારે અન્ય પાંચ જણા ગંભીર રીતે ઘાયલ થયા છે જે પૈકી ઓછામાં ઓછા ત્રણ જણાની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે જોકે પોલીસે તાત્કાલિક આરોપી મુળ સામખીયાળીના ચેતન ગાલા નામના 54 વર્ષીય ઈસમને પકડી પાડ્યો છે ગઈકાલે બપોરે બનેલી આ સામૂહિક હુમલા સાથે હત્યાની ઘટનાએ કચ્છી સમુદાયમાં હાહાકાર મચાવી દીધો છે. આ અંગેની માહિતી આપતા દક્ષિણ મુંબઈ ઝોન 2, ડીસીપી અભિનવ દેશમુખે જણાવ્યું હતું કે, ચેતન ગાલા નામનો શખ્સ ગઈકાલે 3 : 30 ના અરસામાં પાર્વતી મેન્શન નામની ઇમારતમાં એકાએક માનસિક સમતુલા ગુમાવી પડોશમાં રહેતા સાત પડોશીઓ પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં જયેન્દ્રભાઈ મિસ્ત્રી અને ઇલાબેન મિસ્ત્રીનું સ્થળ પર જ મોત થયું હતું, જોકે અન્ય ઘવાયેલાઓમાં સ્નેહલ બ્રહ્મભટ્ટ, જેનીલ બ્રહ્મભટ્ટ અને પ્રકાશ વાઘમારે ગંભીર રીતે ઘાયલ થયા છે જે પૈકી એકનું મોત થયાનું બિન સત્તાવાર જાણવા મળેલ છે જોકે પોલીસ હજુ આ બાબતે સ્પષ્ટ નથી કરતી. મહાનગર મુંબઈમાં વસતા કચ્છી સમુદાયમાં હાહાકાર મચાવી દેનાર આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે આરોપી ચેતન ગાલા અલગ રહેતો હતો, અને તેના પત્ની અને પુત્ર કોઈ કારણોસર તેનાથી અલગ થઈ ગયા હતા, એ પત્ની અને પુત્રને પડોશીઓએ ઉશ્કેરિયા હોવાની શંકા રાખીને આરોપી ચેતન ગાલાએ માનસિક સમતુલા ગુમાવી હોવાનું જાણવા મળે છે. ગઈકાલે બપોરે લગભગ ત્રણ 3 વાગ્યાના અરસામાં આરોપી છરો લઈને આવ્યો હતો અને લોબીમાં સૂતેલા ઘરકામ કરતાં પ્રકાશ વાઘમારે પર છરીના ઘા ઝીંકી દીધા હતા, એની બુમા બુમ સાંભળીને યેન્દ્રભાઈ મિસ્ત્રી અને ઇલાબેન મિસ્ત્રી દોડી આવતા તેમના પર પણ ચેતન તૂટી પડ્યો હતો, જેમાં બંનેને ગંભીર રીતે ઘાયલ કરતા મિસ્ત્રી દંપતીનું ઘટના સ્થળે જ મોતની હતું. આ દરમિયાન સ્નેહલ બ્રહ્મભટ્ટ અને તેમના પુત્ર જૈનિલ બ્રહ્મભટ્ટ પણ દોડી આવતા આરોપીએ તેમના પર પણ ગંભીર રીતે હુમલો કરી દીધો હતો, જેમાં બંને માતા પુત્ર ગંભીર રીતે ગવાયા હતા, આ દરમિયાન એક સાતથી આઠ વર્ષના બાળક પર પણ તેણે હુમલાનું પ્રયાસ કર્યો હતો, પરંતુ લોકોએ બુમાબુમ કરતા એ બાળક પર હુમલો કરતા અટકી ગયો હતો, એકાએક બનેલી અને હાહાકાર મચાવી દેનાર આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ ઓછામાં ઓછા પાંચ જણા હજુ પણ જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યાનું જાણવા મળે છે, દરમિયાન આ ઘટનાના પગલે લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી ઘરમાં પુરાઈ ગયેલ આરોપી ચેતન ગાલાને પકડી પાડ્યો છે. આરોપી સામે હત્યા હત્યાના પ્રયાસ સહિતની કલમો સાથે ગુનો નોંધાયો છે.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334