Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchRapar

રાપરના એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની હત્યા કેસમાં આરોપી ભરત રાવલને સામખ્યાળી સુધી મૂકવા ગયેલ યુવાન બાઈક સાથે પકડાયો

સમગ્ર કચ્છમાં ચકચારી સાથે ગાંધીનગર સુધી રાજકીય ખળભળાટ મચાવનાર એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની હત્યા મામલે હવે નવો વળાંક આવે તેવા અણસાર મળી રહ્યા છે દેવજીભાઈની હત્યા કરીને નાસી ગયેલા અને બીજા દિવસે મુંબઈથી પકડાયેલા ભરત રાવલ હત્યાની ઘટના બાદ રાપરથી સામખ્યારી સુધી બાઇક થી પહોંચ્યો હતો એ આરોપી ભરત રાવલને રાપરથી સામખયારી સુધી બોક્સર બાઈકથી મુકવા ગયેલ વિરલ પટેલ નામના યુવકને બોક્સર બાઈક સાથે પૂર્વ કચ્છ પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ટીમે પકડી પાડયો છે જેને લઇને હવે આ ઘટનામાં નવો વળાંક આવે તેવી શક્યતા જોવાઇ રહી છે અને લુહાર સુથાર સમાજ વાડીના મામલાને આગળ ધરીને મુખ્ય સૂત્રધાર સિવાયના જે શખ્સોના નામ F.I.R. માં દાખલ થયા છે એ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આ હત્યામાં ફિટ થઈ જશે તેવી ગણિત સાથે મૃતક એડવોકેટ દેવજીભાઈના વિરોધી કોઈ ત્રીજું પરિબળ કામ કરી ગયાની શક્યતા જોવાઇ રહી છે એ જોતા હત્યાની આ ઘટનામાં નવા વળાંક સાથે નવું પરિમાણ ઉમેરાય તેવી શક્યતા દેખાય છે.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

કસ્ટોડિયન ડેથના ફરાર આરોપીઓ નજીક પહોંચી પોલીસ : સમધોઘા ગામેથી બે શકમંદોને ઉઠાવાયા…?

Kutch Kanoon And Crime

અબડાસાના દરિયાકાંઠેથી વધુ એક વિસ્ફોટક મળી આવ્યો

Kutch Kanoon And Crime

જીંદાલ કંપનીમાં કામ કરતા ઓડીસાના શખ્સે ગળે ફાંસો ખાઈ જીવનદોરી ટૂંકાવી લીધી

Kutch Kanoon And Crime

Leave a comment