બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી મોથાલિયા સરહદી રેન્જ ભુજ, પોલીસ અધીક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામ શ્રી મયુર પાટીલના તરફથી જિલ્લામાં પ્રોહી/જુગારની બદી નેસ્ત નાબુદ કરવા સુચના આપતા એલ.સી.બી.ની ટીમ પ્રોહી/જુગારના કેસો શોધી રહી હતી તે દરમ્યાન મળેલ બાતમી હકીકતના આધારે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગાંગાનાકા કકરવા કોમ્પલેક્ષની નીચે ઓટલા ઉપર અંજાર પોલીસની હદમાં ધાણી વડે જુગાર રમતા 6 ઈસમોને મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરી અંજાર પોલીસ સ્ટેસનને સોંપવામાં આવેલ છે. જેમાં પકડાયેલ ઈસમોમાં (૧) કાશમશા હુશેનશા શેખ ઉ.વ.૩૪, (૨) ઇમામશાહ ઈશબશા શેખ ઉ.વ.૩૨, (૩) સિધિક હુશેન સોતા ઉ.વ.૩૨, (૪) ઇસ્માઈલશા આદમશા શેખ ઉ.વ.૪૦ રહે ચારેય શેખ ટીંબો અંજારવાળા, અને (૫) શંકર વિજુ દેવીપૂજક (સથવારા) ઉ.વ.૨૩ રહે. સતાપર રોડ તલાવડી અંજાર તેમજ (૬) શબીર મામદ કુરેશી ઉ.વ.૩૫ રહે. કુંભાર ચોક અંજારવાળાને ઝપડી પાડી તેમની પાસેથી મુદ્દામાલ રોકડા રૂ. ૩૩૯૦૦/- સાથે મોબાઈલ નંગ ૫ કિં. રૂ. ૧૧૫૦૦/- તેમજ ધાણી નંગ-૨, જે મળી કુલ કિં. રૂ. ૪૫,૪૦૦/- નો મુદામાલ કબ્જે કર્યો હતો. આ કામગીરી મા એમ.એસ. રાણા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. સાથે એલ.સી.બી સ્ટાફ જોડાયેલ હતો.
અહેવાલ : દિનેશ જોગી, હીનલબેન જોશી – અંજાર
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334