Kutch Kanoon And Crime
Breaking NewsBhachauCrimeGujaratKutch

ભચાઉના માય ગામે જમાઈની હત્યા કેસમાં આરોપીઓને ઝટકો : સરકારી વકીલ ડી.બી. જોગીની ધારદાર દલીલ કામે લાગી

ભચાઉના માય ગામે દીકરીને ત્રાસ આપતા જમાઈને સબક શીખવવા અન્ય સાથી સાથે મળી ધોકાથી ઢોર માર મારી તેની હત્યા કરનારા સસરાની નિયમિત જામીન અરજી ભચાઉ કૉર્ટે આજ રોજ ફગાવી દીધી છે. આ હત્યાનો બનાવ 15મી ડિસેમ્બર 2019ની રાત્રે બન્યો હતો જેમાં મરનાર મામદ ઊર્ફે પપ્પુ ઓસમાણ ખલીફા તેના સસરાના ગામમાં સ્થાયી થયો હતો. જમાઈ અવાર નવાર પત્ની-બાળકો સાથે ઝઘડો કરી મારકૂટ કરતો હતો તેવામાં પતિના ત્રાસ અંગે દીકરીએ પોતાના પિતાને જણાવતા પિતા ઉશ્કેરાયેલા પીતા લતીફ ઓસમાણ ખલીફાએ ગામનાં કિશોરસિંહ જાડેજા નામના અન્ય શખ્સ સાથે મળી જમાઈને ઢોર માર માર્યો હતો. તેવામાં ગંભીર ઈજાથી જમાઈનું મોત થયું હતું. આ હત્યા કેસમાં ચાર્જશીટ થયા બાદ લતીફે રેગ્યુલર જામીમ માટે અરજી કરી હતી. જેને ભચાઉ કૉર્ટે ફગાવી દીધી છે. જેમાં સરકારી વકીલ ધનસુખભાઈ બી. જોગીની ધારદાર દલીલોએ આરોપીની જામીન અરજી નામંજૂર કરવા રજૂઆત કરી હતી તો અગાઉ કિશોરસિંહની જામીન અરજી પણ નામંજૂર થયેલી છે.

અહેવાલ : દિનેશ જોગી અંજાર
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

રત્નાકર બેંક લીમિટેડ (મહારાષ્ટ્ર)ના કરોડો રૂપિયાના કૌભાંડના ગુનામાં CID ક્રાઈમ તરફ સ્પેશિયલ પુબ્લિક પ્રોસિક્યુટર તરીકે કલ્પેસ ગોસ્વામીની નિમણુંક

Kutch Kanoon And Crime

અંજારના સવાસર તળાવમાં અજાણ્યા યુવાનની લાશ મળી

મુન્દ્રા પોલીસ સ્ટેશન પી.આઇ. જે.એ. પઢીયારની જે.આઇ.સી.માં બદલી સાથે તપાસનો હુકમ કરાયો

Kutch Kanoon And Crime

Leave a comment