Kutch Kanoon And Crime
Breaking NewsBhujCrimeGujaratKutchSpecial Story

પશ્ચિમ ક્ચ્છ પોલીસે જાહેર કર્યો ચોરનો સ્ક્રેચ ફોટો : નજરે ચડે આ શખ્સ તો L.C.B.ને જાણ કરો

થોડા દિવસ અગાઉ ભુજમાં જુની રાવલવાડી વિસ્તારમાં ગાયત્રી સોસાયટીમાં લાખોની ચોરી થયેલ હતી તે ચોરીનો બનાવ વણ ઉકેલ હોય આ ચોરીની તપાસ એલસીબીને સોંપાઈ હતી. પશ્ચિમ કચ્છ એલસીબીએ આ શંકાસ્પદ ચોરીની ઘટનાની તપાસ કછુવા ચાલ પ્રમાણે શરૂઆત કરતા ચોરી કરનાર શંકાસ્પદ શખ્સની સ્ક્રેચ તસ્વીર બહાર પાડી છે અને જનતાને અપીલ કરી છે કે આ તસવીરમાં દેખાતો શખ્સ નજરે ચડે તો પોલીસનું સંપર્ક કરવું. વિશ્વ વ્યાપી કોરોના મહામારીના પગલે ત્રણેક મહિના પૂર્વે મુંબઈના અંધેરીથી ભુજ ગાયત્રીનગરમાં પોતાના ઘરે આવેલા 38 વર્ષિય રાજેશ મંગલદાસ રાજગોર સવારે 11 વાગ્યે ઘરને તાળું મારી પત્ની-બે નાનાં બાળકોને લઈ ભુજના હરીપર રોડ પર રહેતા સાળાના ઘરે જમવા ગયો હતો. ત્યાર બાદ સાંજે 4 વાગ્યે ઘરે પરત આવ્યા અને જોયું તો ઘરમાં રાખેલી લાલ રંગની ટ્રોલી બેગમાંથી 3 લાખ રૂપિયાની રોકડ, 90 હજારની કિંમતના 3 સોનાના સિક્કા અને પત્નીના દાગીના ભરેલ પર્સ ચોરાઈ ગયું હતું. ઘર માલિક એવા રાજેશભાઈએ જોયું તો ઘરના રસોડાના દરવાજાને ધક્કો મારી સ્ટોપર તોડી અજાણ્યા શખ્સે ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. સિક્કા, સોનાની ચાર બંગડી, બે બ્રેસલેટ, હાફ મંગળસૂત્ર વગેરે મળી કુલ 3.30 લાખના દાગીના અને 3 લાખની રોકડ મળી 6 લાખ 30 હજારની માલમત્તા ચોરાઈ ગઈ હતી ત્યાર બાદ આ ચોરીની ઘટનાની ફરિયાદ રાજેશભાઈએ ભુજ એ/ડિવિઝનમાં કરતા ભુજ એ/ડિવિઝન પોલીસે તપાસમાં કઈ સંતોષકારક કાર્યવાહી ન થતા હોવી આ તપાસ ભુજ એલ.સી.બી.ને સોંપતા એલ.સી.બી.એ શંકાસ્પદ શખ્સની સ્ક્રેચ તસ્વિર સાથે જિલ્લા પોલીસ પ્રજાનું મિત્ર છે તેમ પ્રજાએ પોતાની નૈતિક ફરજ સમજી આ તસ્વીરમાં દેખાતા શખ્સને શોધવા સાથ આપે અને આ શખ્સ અગર ક્યાં દેખાય તો તરત જ પશ્ચિમ ક્ચ્છ પોલીસ અથવા એલ.સી.બી. 96876 09369 પર સંપર્ક કરવા અનુરોધ કર્યું છે.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

મોદીજીના જન્મદિન નિમિત્તે સાંસદ તથા કચ્છ જિલ્લા ભા.જ.પ યુવા મોર્ચા દ્વારા ‘સાંસદ ખેલ સપ્તાહ’

Kutch Kanoon And Crime

ગાંધીધામમાં ત્રણ વર્ષીય માસુમ બાળકી ગુમ થયા બાદ મૃત હાલતમાં મળી આવી

Kutch Kanoon And Crime

રાત્રે માંડવી લઈ જવાતા અંગ્રેજી શરાબના જથ્થા સાથે તુફાન ચાલક પકડાયો સહ આરોપી નાસી ગયો

Kutch Kanoon And Crime

Leave a comment