બોર્ડર રેન્જ આઈ.જી. શુભાષ ત્રિવેદી તેમજ પશ્ચિમ ક્ચ્છ પોલીસ અધિક્ષક સૌરભ તોલંબીયા અને નાયબ પોલીસ અધિક્ષક જે.એન. પંચાલના માર્ગદર્શન પ્રમાણે મુન્દ્રા પી.આઈ., એમ.બી. જાનીની સુચનાને ધ્યાને પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ. શક્તિસિંહ ગોહિલ અને આશોક કનાદને મળેલ બાતમીના આધારે પત્રી ગામેથી એક ઇસમને વરલી મટકાનો આંકડો રમાડવામાં આવે છે જેની તપાસ કરતા આ વરલી મટકાનો આંકડો લખાતા રંગે હાથ એક ઇસમને પકડી પાડવામાં આવેલ જેમાં આરોપી હરેશ મેઘજી જોગી પત્રિવાળો મુદામાલ 15,400/- સાથે ઝડપાઈ ગયો હતો. આ કાર્યવાહીમાં મુન્દ્રા પી.આઈ., એમ.બી. જાની, પી.એસ.આઈ., બી.જે. ભટ્ટ, પો.હેડ.કોન્સ., શક્તિસિંહ ગોહિલ, અશોક કનાદ, પ્રદ્યુમનસિંહ ગોહિલ, પો.કોન્સ., જયદેવસિંહ ઝાલા, રાજદિપસિંહ ગોહિલ, ગફુરજી ઠાકોર સાથે રહ્યા હતા.
અહેવાલ : સમીર ગોર
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334