Kutch Kanoon And Crime
GujaratKutchSpecial Story

અદાણી પોર્ટસને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્લેટિનમ એવોર્ડ

બેસ્ટ વેસ્ટ મેનેજમેન્ટ સાથે ‘જળ, જમીન અને જંગલ’નું જતન

મુંદ્રા સ્થિત અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) એ પર્યાવરણ સંરક્ષણ બાબતે ફરી એકવાર ડંકો વગાડ્યો છે. દિલ્હી ખાતે આયોજીત એવોર્ડ સમારંભમાં APSEZને પ્રતિષ્ઠિત “પ્લેટિનમ એવોર્ડ”થી નવાજવામાં આવ્યું છે. પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે બજાવેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ કંપનીને આ સન્માન પ્રાપ્ત થયું છે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી ફગ્ગનસિંહ કુલસ્તના હસ્તે મહાનુભાવોની ઉપસ્થિતીમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ગ્રો કેર ઈન્ડિયા દ્વારા ક્લાયમેટ ચેન્જ ઈમ્પેક્ટ પર આયોજીત કોન્ફરન્સમાં APSEZ-મુંદ્રાને 7મો વાર્ષિક પર્યાવરણ પુરસ્કાર પ્લેટિનમ એવોર્ડથી નવાજવામાં આવ્યું છે. પ્લેટિનમ એવોર્ડ એ પર્યાવરણીય વ્યવસ્થાપનમાં અસાધારણ કામગીરી માટે આપવામાં આવતો સર્વોચ્ચ એવોર્ડ છે. APSEZ-મુંદ્રાએ પર્યાવરણીય ટકાઉપણાને પ્રોત્સાહન આપી આડઅસરો ઘટાડવા અનેક પહેલોને અમલમાં મૂકી અસાધારણ પ્રતિબદ્ધતા દર્શાવી છે. કંપનીએ ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ઘટાડવા ઊર્જા બચત અને ઉત્સર્જન નિયંત્રણની પહેલ અપનાવી છે, જેમાં ઊર્જા-કાર્યક્ષમ સાધનોમાં રોકાણ અને નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતોનો અમલ કરવાનો સમાવેશ થાય છે. કંપનીએ હવાની ગુણવત્તા જાળવવા માટે હવા ગુણવત્તા વ્યવસ્થાપન પ્રણાલીઓ પણ લાગુ કરી છે. અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ માટે જળ સંસાધનોનું કાર્યક્ષમ સંચાલન પણ પ્રાથમિકતા છે. કંપનીએ જળ સંસાધનો પર થતી અસરો ઘટાડવા પાણીનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા, પાણીનો વપરાશ ઘટાડવા અને ગંદાપાણીના રિસાયક્લિંગ માટે જળ વ્યવસ્થાપન પહેલો અમલમાં મૂકી છે. કચરાને અસરકારક રીતે સંચાલિત કરવા માટે કંપનીએ 5R(રિડ્યુસ, રિયુઝ, રિસાઇકલ, રિકવર અને રિપ્રોસેસ) સિદ્ધાંત અપનાવ્યો છે. લેન્ડફિલ મેનેજમેન્ટ અંતર્ગત કંપનીએ લેન્ડફિલમાં થતા કચરાના જથ્થાને ઘટાડવા ઝીરો વેસ્ટનો સિદ્ધાંત અમલમાં મૂક્યો છે. વળી જોખમી કચરાના સંચાલન માટે પણ અનેક પગલાં લેવામાં આવ્યા છે, જેમાં સામાન્ય કચરામાંથી જોખમી કચરાને અલગ કરી તેનો વ્યવસ્થિત નિકાલ કરવો વગેરેનો સમાવેશ થાય છે. તદુપરાંત ધ્વનિ પ્રદૂષણને ઘટાડવા માટે અવાજ વ્યવસ્થાપનની વ્યૂહરચનાઓ પણ અમલમાં મૂકી છે, જેમાં અવાજ અવરોધો અને નિયમિત અવાજનું નિરીક્ષણ કરવા જેવી પ્રવૃત્તિઓ પણ સામેલ છે. પર્યાવરણ પર માઠી અસરો ઘટાડવા વિવિધ પહેલો અપનાવીને APSEZ એ અસાધારણ પ્રતિબદ્ધતા દર્શાવી છે. સ્વસ્થ વાતાવરણ જાળવી રાખવા ગ્રીન બેલ્ટ મેનેજમેન્ટ અને બાયો-ડાઈવર્સિટી જેવી પહેલોને પ્રોત્સાહન અપાયું છે. કંપનીએ હવાની ગુણવત્તા સુધારવા અને જૈવવિવિધતાને પ્રોત્સાહન આપવા માટે પુષ્કળ વૃક્ષો વાવી લીલોતરી આચ્છાદિત કરી છે. પ્લેટિનમ એવોર્ડ એ પર્યાવરણીય ટકાઉપણાને પ્રોત્સાહન આપતા કંપનીના પ્રયાસોનું પ્રમાણપત્ર છે અને અન્ય કંપનીઓ માટે પર્યાવરણના સંરક્ષણ માટે અનુકરણીય છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

કચ્છની જળ સીમા અને ભુમી સીમા પર સાવચેતી વધારવી તાતી જરૂરિયાત : ખાસ અહેવાલ કાંતિ ગોર દ્વારા

Kutch Kanoon And Crime

જિલ્લાના શ્રી રામ સેવા ટ્રસ્ટ યુવા ગ્રુપ દ્વારા ઉમદા સેવાકીય કાર્યો કરાય

Kutch Kanoon And Crime

મુન્દ્રા તાલુકાના વવાર ગામના માથાભારે બાબુ ડોસા ગઢવીને કચ્છ સહિત ચાર જિલ્લામાંથી તડીપાર કરાયો

Kutch Kanoon And Crime

Leave a comment