Kutch Kanoon And Crime
BhujBreaking NewsCrimeGujaratKutch

અહો આશ્ચર્યમ્… કુંદનપર ગામે થયેલી ઘરફોડ ચોરી મામલે ચોરાઉ દાગીના અને રોકડ મળી 3.21 લાખના મુદ્દામાલ સાથે ત્રણ પટેલ યુવાનો ઝડપાયા…

કુંદનપર ગામે ઘરફોડ ચોરીમાં સમૃદ્ધ એવા બળદિયા અને સુખપર ગામના ત્રણ પટેલ યુવાનો ઝડપાયા…

ભુજ તાલુકાના કુંદનપર ગામે તાજેતરમાં ઘરફોડ ચોરીની ઘટના બની હતી જેમાં સોના ચાંદીના દાગીના અને રોકડ સહિતના મુદ્દા માલની ચોરી થઈ હતી આ બાબતે માનકુવા પોલીસની કેરા ઓપી દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. એ દરમિયાન એક બળદિયાનો યુવાન શંકાના દારામાં આવ્યા બાદ બળદિયાના વિનોદ મેઘજી હિરાણી અને સુખપર રહેતા બે ઇસમો કલ્પેશ કાંતિભાઈ વાઘજિયાણી અને રમેશ મુરજી વરસાણી રહેવાસી પહાડી વિસ્તાર સુખપર વાળાઓને અટકમાં લઇ તેમની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરતા આ ચોરીનો પર્દાફાશ થયો હતો અને આ ત્રણેય ઈસમો પાસેથી રૂપિયા 1,27,500/- ના દાગીના તથા 1.94 લાખ રોકડ કબજે કરાઈ હતી. ચોરીની આ ઘટનામાં પટેલ યુવાનોની સંડોવણી ખુલતા પટેલ ચોવીસીના ગામોમાં પણ ચર્ચા થઈ રહી છે આ અંગેની વધુ તપાસ માનકુવા પોલીસે હાથ ધરી છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

મુન્દ્રા : 45 વર્ષીય ઢગા શિક્ષક દ્વારા વિધાર્થિની પર દુષ્કર્મ

Kutch Kanoon And Crime

રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે કચ્છ કલેકટર અમિત અરોરા સહિત IAS-IPSના નિવેદનો લેવાસે : SIT…

Kutch Kanoon And Crime

અબડાસા પેટા ચૂંટણી આગામી તારીખ 22’થી રંગ પકડશે

Kutch Kanoon And Crime

Leave a comment