મોટી સિંધોડી ગામની નદી પર બનાવવામાં આવનાર ક્રોઝવેનું ખાતમુહૂર્ત થયાને દોઢ મહિનો વીતી ગયા બાદ પણ કામ શરૂ થયું નથી…
અબડાસા તાલુકાના મોટી સિંધોડી ગામની નદી પર રૂપિયા 5 કરોડ 40 લાખના ખર્ચે બનનાર ક્રોઝવેનુ ખાતમુહૂર્ત વાજતે ગાજતે ગઇ તારીખ 27’ઓક્ટોબરના અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાના હસ્તે થયા બાદ આગામી 11 મહિનાની અંદર પૂરું કરવામાં આવનાર આ ક્રોઝવેનું કામ ખાત મુહૂર્ત થયાના દોઢ મહિના બાદ પણ શરૂ ન થતા ફરી એક વખત ગામવાસીઓને સરકારશ્રીના માર્ગ અને મકાન વિભાગ દ્વારા લોલીપોપ અપાયાની લાગણી ફેલાવા લાગી છે દોઢ મહિના અગાઉ આ ક્રોઝવેનું ખાતમુહૂર્ત થયા બાદ પણ કામ શરૂ ન થતા તરેહ તરેહની ચર્ચા જાગી છે અહીં નદી પર ક્રોઝવે બનાવવા માટે અનેક રજૂઆતો બાદ સરકારશ્રી દ્વારા આખરે એના માટે મંજૂરી અપાઈ હતી અને ગ્રાન્ટ ફાળવાઈ હતી એ સાથે જ ટેન્ડર પ્રક્રિયા પૂરી થતાં મહેસાણાની એક એજન્સી દ્વારા આ કામ લેવામાં આવ્યું હતું અને તે 14’મી જુલાઈના રોજ ટેન્ડર પાસ થયાની સાથે કામ શરૂ કરવાની શરતે ટેન્ડર પાસ કરવામાં આવ્યું હતું પરંતુ વરસાદના કારણે આ કામ શરૂ ન થયું એ સમજી શકાય પરંતુ ગત 27’મી ઓક્ટોબરે આ કામનું ખાતમુહૂર્ત થયા છતાં કામ શરૂ ન થતા સ્પષ્ટ રીતે કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા નિયમોનો ભંગ થયો છે ત્યારે આ કામ શરૂ કેમ નથી થયું તે અંગેની તપાસ કરી કોન્ટ્રાક્ટ લેનાર એજન્સીની બેદરકારી દેખાય તો તેની તાત્કાલિક અસરથી ડિપોઝિટ જપ્ત કરી આ કામ બીજી એજન્સીને આપી દેવું જોઈએ તેવી લાગણી ગામ લોકો વ્યક્ત કરી રહ્યા છે નોંધનીય છે કે આ કામનો કોન્ટ્રાક્ટ લેનાર એજન્સી મહેસાણાની છે અને તેણે સ્થાનિકે પેટા કોન્ટ્રાક્ટ આપ્યાનું પણ માનવામાં આવે છે ત્યારે પેટા કોન્ટ્રાક્ટર દ્વારા અહીં ગંભીર બેદરકારી દાખવાઈ રહી છે એ સ્પષ્ટ થાય છે આ બાબતે માર્ગ અને મકાન વિભાગ માંડવી ડિવિઝનના કાર્યપાલક એન્જિનિયર શ્રી નાઈનો ટેલીફોનિક સંપર્ક કરતા તેમણે આગામી એક સપ્તાહની અંદર કામ શરૂ થઈ જશે તેમ જણાવતા આ કામ શરૂ થયાની સાથે નિયત સમય મર્યાદામાં એટલે કે 11 મહિનાની અંદર કામ પૂરું કરાવવામાં આવશે તેવી સ્પષ્ટતા કરી હતી પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કામ શરૂ ન કરવા અંગેની બેદરકારી અંગે કોઈ ફોડ પાડ્યો નહોતો સ્પષ્ટ રીતે આ કામ રાખનાર એજન્સી દ્વારા સરકારી નિયમોનું ઉલંઘન થયું છે. જો 11 મહિના માં આ કામ પૂરું થાય તો અત્યાર સુધી કામ ચાલુ નથી કરાયું અને જો હાલ કરવામાં આવે તો તમે ગણતરી મારી લિયો કે ડિસેમ્બર 2023’ના જો શુરૂ કરવામાં આવે તો ઓગસ્ટ 2024’માં પૂરું થવું જોઈએ એ મહિનામાં તો વરસાદ ચાલુ થઈ જસે તો કામ કેમ પૂરું થસે..? અને જો કામમાં ઝડપ કરવામાં આવે કામની ગુણવતા કેટલી સર્ટિફાઇડ હસે આવા અનેક સવાલો હવે ગામલોકો દ્વારા થવા લાગ્યા છે. એટલે ખરેખર તો નિયમ અનુસાર આવા બેદરકાર કોન્ટ્રાક્ટર એજન્સીની બેદરકારી અંગે કામ રાખતી વખતે જમા કરાવવામાં આવેલ ડિપોઝિટ જપ્ત કરી આવી એજન્સીઓને બ્લેક લિસ્ટ કરવી જોઈએ.
પ્રકાશિત નિતેશ ગોર : 9825842334