Kutch Kanoon And Crime
Breaking NewsGujaratKutchSpecial Story

ભારતીય સેનાના ગરુડ જવાનો વાવાઝોડાની સંભવત ભયાનકતાના પગલે કચ્છમાં ઉતારાયા

સામાન્ય રીતે આતંકી હુમલા તેવી ઘટનાઓ માટે સતર્ક રખાતા ભારતીય સેનાના ગરુડ જવાનોની એક કંપની કચ્છમાં વાવાઝોડાની ભયાનકતાને ધ્યાનમાં લઇ ઉતારાઇ છે. ભુજ ખાતે પહોંચી આવેલ ભારતીય સેનાના ગરુડ જવાનોની ટીમની કેન્દ્રીય પ્રધાન શ્રી મનસુખ માંડવીયાએ મુલાકાત લીધી હતી અને સંભવત વાવાઝોડા સામે લોકોની જાનમાલને બચાવવા માટેની ગરુડ જવાનોની ટીમની તૈયારીને બિરદાવી હતી. સામાન્ય રીતે આતંકવાદી હુમલા થતા હોય ત્યારે અથવા તાજેતરમાં કર્ણાટકમાં ત્રણ ટ્રેનોના અકસ્માત જેવી ગંભીર ઘટનાઓ વખતે ગરુડ જવાનોની મદદ લેવાતી હોય છે કે જેઓ કોઈ પણ પરિસ્થિતિમાં લોકોને બચાવવા સક્ષમ છે એ ગરુડ જવાનોની ટીમને કચ્છમાં ઉતારાઇ છે એ સૂચવે છે કે સંભવત વાવાઝોડું કેટલું ખતરનાક હશે. જોકે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વાવાઝોડાને લઈને કોઈ પણ જોખમ લેવા તૈયાર નથી એટલે ગરુડ કમાન્ડોની મદદ લેવાઇ છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

ભુજ લોહાણા મહાજનના સેવાભાવી અને અનમ ગ્રુપના માલિક પરેશ અનમની રહસ્યમય આત્મહત્યા

1-અબડાસા વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા પ્રદેશ કક્ષાના દિગગજ નેતાઓ જોડાયા

Kutch Kanoon And Crime

ડોમ્બીવલી રાજગોર સમાજ દ્વારા ભવ્ય લઘુરુદ્ર યજ્ઞ યોજાયું…

Kutch Kanoon And Crime

Leave a comment