નખત્રાણા તાલુકાનાં કોટડા – જડોદર મધ્યે પૂ. ત્રિકમ સાહેબ મંદિર સિંહ ટેકરી મધ્યે ચાલતી મોરારી બાપુના વ્યસાસને રામકથા માં પાંચમા દિવસે કથા મંડપ શ્રોતાઓ થી નાનું પડ્યું હતું. સંતો – મહંતો, રાજકીય – સામાજીક અગ્રણીઓ ની ઉપસ્થિતિ રહી હતી. આયોજકો અને સ્વયં સેવકો ની સુંદર વ્યવસ્થા રહી હતી…
પૂ. બાપુએ આજે કથામાં જણાવ્યુ હતું કે સાધુ સંતોના અનેક ઉપદેશોત્મક લક્ષણો હોય છે, વિવિધતા – વિશિષ્ટતા તેમના મુખ્ય લક્ષણો હોય છે, જે વ્યક્તિ વિવેક ભાન ભૂલે છે તેને કષ્ટોનો સામનો કરવો પડે છે, પ્રભુ સ્મરણ અને ગુણગાન ગાતા આપણાં સૂર સમ્રાટો નારાયણ સ્વામી, કાનદાસ બાપુ, પ્રાણલાલ વ્યાસ, કનુભાઈ બારોટ અને થાર્યા ભગત નું તેમણે સ્મરણ કરાવ્યું હતું દાસી જીવણ, સવા ભગત, નરસિંહ મહેતા, અખા ભગત ના પદોનું ગાન કર્યું હતું. યજમાન પરિવારના વિનોદભાઇ ચાવડાના પિતાશ્રી લખમશી બાપા ૩૫ વર્ષ થી કથા ભક્ત છે તે યાદ કરાવ્યું હતું અને આ કથા આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. આજે કથામાં તળાજા ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ, ભાવનગર જીલ્લા ભાજપ પ્રમુખ આર.સી.મકવાણા, સી.પી.સરવૈયા, રઘુભાઈ હુંબલ, જોરૂભા રાઠોડ, મનુભા જાડેજા, દેવરાજભાઈ ગઢવી, લખપત તા.ભાજપ ના વિક્રમસિંહ, સુરૂભા જાડેજા, જયદાન ગઢવી, સંતશ્રી જુનાગઢ અખાડા ના પૂ. દલપત દાદા, મહામંડલેશ્વર ગોવિંદગીરી બાપુ, વસંતનાથગીરી, ખંભરા સોનગુરુ, આત્મનંદજી શંકરગીરીજી, માતંગ માજીબાપા, કાપડીદાદા મોરબી સહ સૌરાષ્ટ્ર થી મહાનુભાવો પધાર્યા હતા. મુંદ્રા તાલુકા ભાજપ ઉપપ્રમુખ અશોકભાઈ મહેશ્વરી, રાજેશ સોધમ, કચ્છ જીલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ કૃણાલ મહેશ્વરી, કોમી એકતા અને ભાઇચારા ના પ્રતિક પીર સૈયદ કૌશર અલિશા હાજી મખદુમ અલી બાપુ એ વિશિષ્ઠ ઉપસ્થિત રહ્યાં હતા. મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા જોવા મળી હતી દાતા પરિવાર શ્રી જીગરભાઈ છેડા વ્યવસ્થા સંભાળી હતી. આજે સૂર સમ્રાટ કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહીર, ઉર્વશીબેન રાદડિયા, નિલેશભાઈ ગઢવી, અક્ષય જાની સંગીત સુરાવલી રેલાવશે.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334