Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchMandvi

પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ ધરણાં કરનાર મારાજ હવે ગાંજાના કેશમાં પકડાયા…

 

 

માંડવીના કોડાય પાસેથી પોણો કિલો ગાંજા સાથે બે ઇસમ પકડયા

કોડાય ચાર માર્ગ પાસે પશ્વિમ કચ્છ SOGની ટીમે પેટ્રોલિંગમા હતી તે દરમ્યાન બે ઇસમોની હિલચાલ શંકાસ્પદ જણાતા બંને ઇસમોની તપાસ કરાતા ગાંજાના પોણા કિલોના જથ્થો મળી આવ્યા હતા જેની સાથે બંને ઈશમોને દબોચી લીધા હતા. પકડાયેલા ઈશમોમાં દિનેશગર રામગર ગુંસાઇ (ઉ.વ. 50, રહે. ગુણપુરી, તલવાણા, તાં.માંડવી) અને રમેશ માવજીભાઈ જોષી (ઉ.વ. 44, રહે. કોડાય,તા. માંડવી) વાળા પાસેથી પોલીસે 754 ગ્રામ ગાંજાનો જથ્થો કિંમત 7,544 રૂપિયા, બે મોબાઇલ ફોન કિંમત 5,500 અને 250 રોકડ મળી કુલ 13,294નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ જથ્થો આપનાર તરીકે મેહુલ મારાજ (ઉ.વ. 44, રહે. બિદડા) વાળાનું નામ ખુલતા પોલીસે ત્રણેય સામે ગુનો દર્જ કરી મેહુલ મારાજની પણ અટકાયત કરી લીધી હતી. SOGએ માંડવી મરીન પોલીસ મથકે ત્રણેય સામે NDPS કલમ હેઠળ ગુનો દર્જ કરાવ્યો હતો. પોલીસે રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરવાનો તજવીજ હાથ ધરી છે. જોકે મેહુલ મારાજ દ્વારા અગાઉ પોલીસ કર્મચારીઓ પર અનેક આક્ષેપો કરતા પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકની કચેરી સામે ધરણાં પણ કરાયા હતા અને માંડવી પોલીસ પર ગંભીર આક્ષેપો કરી ગેર માર્ગે દોરવાનો પ્રયાસ કરાયો હતો.

સ્ટોરી : સુનીલ મોતા માંડવી દ્વારા

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

ભારતીય સેનાના ગરુડ જવાનો વાવાઝોડાની સંભવત ભયાનકતાના પગલે કચ્છમાં ઉતારાયા

ભુજમાં અનેક વેપારીઓને 2000 રૂપિયાની નકલી નોટ પધરાવનાર શુવ્યવસ્થિત કપલ રેલવે સ્ટેશનેથી ઝડપાઇ ગયું

Kutch Kanoon And Crime

ડ્રેગન ફ્રૂટની ઓળખ એટલે “કમલમ ફ્રૂટ” કચ્છમાં સોનાની ખેતીનો સફળ પ્રયાસ

Leave a comment