Kutch Kanoon And Crime
GujaratBhujKutchSpecial Story

ભુજ પોલીસ ક્વાર્ટર ખાતે સ્વર્ણિમ શાળામાં બાળકોનો થયો મંગળ પ્રવેશ : S.P., સૌરભસિંઘ રહ્યા ખાસ ઊપસ્થિત

ભુજ ખાતે એરપોર્ટ રોડ પર આવેલ ૩૬ પોલીસ કવાર્ટરના પ્રાંગણમાં વર્ષ ૨૦૧૦ થી કાર્યરત સ્વર્ણિમ શાળા – સિ.કે.જી./જૂ.કે.જી./નર્સરી છેલ્લા બે વર્ષથી કોરોના કાળના કારણે બંધ હતી જેનું આજે માનનીય પોલીસ અધિક્ષકશ્રી સૌરભસિંઘ સાહેબે ફરી ઉદધાટન કરી રીબીન કાપી ખૂલ્લી મુકી.

આ કાર્યક્રમ આજરોજ સવારના આઠ વાગ્યે પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંઘ સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.બી.દેસાઇ, રિઝર્વ પોલીસ ઇન્સ્પેકટર શ્રી આર. જે. રાતડા તેમજ મોમ સ્કુલના ટ્રસ્ટી અને આ સ્વર્ણિમ શાળાના સંચાલક મીનાબેન દાવડા, આર.એસ.આઇ શ્રી મોયાનાઓએ સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમની શરૂઆત કરેલ. પ્રથમ આર.પી.આઇ., શ્રી રાતડા સાહેબે સહુ અધિકારીશ્રીઓ તેમજ આમંત્રિતોનું શાબ્દિક સ્વાગત કરેલ. બાદ માનનીય એસ.પી. સાહેબે આ બાળમંદિરની વિશેષતાઓ જણાવતા કહેલ કે, આ પ્રાંગણ નાના બાળકોને સુરક્ષિત વાતાવરણ પુરું પાડે છે. બાળકોને રમવા માટે સુરક્ષિત પ્લેગ્રાઉન્ડ છે તેમજ અભ્યાસ માટે હવા ઉજાસ વાળા રૂમો અને અન્ય સુવિધાઓ પણ છે.

આ કાર્યક્રમના અંતમાં બાળમંદિર ફરીથી શરૂ કરવાના નિર્ણય માટે મીનાબેન દાવડાએ પોલીસ અધિક્ષકશ્રીનો આભાર માનેલ. કાર્યક્રમનું સંચાલન એ.એસ.આઇ. હિતેષ જાલાએ કરેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આર.પી.આઇ., શ્રી રાતડા સાહેબ, આર એસ આઈ શ્રી મોયા, લાઇન જમાદાર હે. કોન્સ ‌શ્રી લક્ષ્મણરાવ જાદવ, દિનેશ ચૌધરી, એ.ડી.આઇ. શ્રી નવલજી તથા સંજય દાવડા , અન્ય પોલીસ સ્ટાફ , તાલીમાર્થી , સ્કૂલ સુપર વાઈઝર શ્રી જ્યેશ ગોસાઈ, તેમજ સ્કૂલ ટીચરનાઓએ જહેમત ઉઠાવેલ હતી.

પ્રકાશીત નીતેશ ગોર – 9825842334

Related posts

મુન્દ્રા તાલુકાના વડાલા સરપંચ વિશે ખોટી અફવા ફેલાવનાર તેજશ અનિલ મોરારજી સોની એ માંગી માફી

અદાણી પોર્ટસ એન્ડ Sez લિમિટેડે રૂ.12,000 કરોડમાં ક્રિષ્ણાપટનમ પોર્ટ કંપની હસ્તગત કરી

Kutch Kanoon And Crime

ગાંધીધામમાં ઈનરવીલ ક્લબ ઈનફિનિટી દ્વારા સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો…

Kutch Kanoon And Crime

Leave a comment