સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે કચ્છના બંદરિય માંડવી થી અંબાજી જતી એસ.ટી.બસ ડીસા ખાતે પહોંચી ત્યારે ડીસાની ટિકિટ લઈને રાધનપુરથી ચડેલા એક યુવક અને યુવતી બસ નીચે ન ઉતરતાં કન્ડક્ટરે સીટ પર બેઠેલા યુવક અને યુવતીને જગાડવા જતાં તેઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ ઘટનાના પગલે તાત્કાલીક એસ.ટી. તંત્ર દ્વારા 108 એમ્બ્યુલન્સને બોલાવી તાત્કાલિક બંને જણાને હોસ્પિટલમાં ખસેડવા પ્રયાસો કર્યા હતા જ્યાં તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. મૃત્યુ પામનાર બંને યુવક યુવતી રાધનપુરથી બસમાં બેઠા હતા જેઓના નામ વિપુલ રાણા ઉંમર વર્ષ 21 અને ખુશ્બૂ રાણા ઉંમર વર્ષ 18 જાણવા મળ્યું છે. બન્ને જણા પાલનપુર જવાના હતા જેઓ રાત્રી 2 : 15 વાગ્યે રાધનપુરથી બસમાં બેઠા હતા જેઓને 4 : 30 વાગ્યે ડીસા બસ સ્ટેસન પર જગાડવા જતા બંને જણાએ ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ ઘટનાએ ભારે ચકચાર મચાવી દીધી છે ડીસા પોલીસે આ ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.
અહેવાલ : આનંદ પરમાર – બનાસકાંઠા
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334