પૂર્વ કચ્છના અંજાર પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળતી વિગતો પ્રમાણે અંજાર પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે અંજાર પી.આઈ., એમ.એન. રાણાને એક બાતમી મળી હતી કે અંજારથી વરસામેડી જતા રોડ પર વેલસ્પન કંપની પાસે આવેલી દરગાહ સામે અરિહંત નગર કોમ્પલેક્ષમાં દુકાન નંબર 17 અને 18માં કાયદેસરની કોઈ પણ જાતની ડિગ્રી વિનાનો એક દવાખાનું ચાલી રહ્યું છે ત્યારે અંજાર પી.આઇ.એ મેડિકલ ઓફિસર ડોક્ટર રાજીવ અંજારિયાને તાત્કાલિક જાણ કરી સાથે રાખી આ ડિગ્રી વગરના તબીબના દવાખાનાની તપાસ કરતા આ દવાખાના અને તબીબ પાસે કોઈપણ આધાર પુરાવા મળી આવેલ નહોતા જેના ભાગે તે ડોક્ટર સુકુમાર મનોરંજન સરકાર ઉંમર વર્ષ 53 રહે વરસામેડી અંજાર અને મૂળ સંધીપુરમ પોલીસ સ્ટેશન ગારબેતા, જિલ્લો પશ્ચિમ મિદનાપુર વેસ્ટ બંગાલનો હોવાનો માલુમ પડતા આ ઊંટ વૈદ્ય તબિયત પર કાયદેસરની કાર્યવાહી કરી તેની પાસેથી 10,165/- નો મુદ્દામાલ પકડી પાડ્યો હતો.
અહેવાલ : દિનેશ જોગી અંજાર
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334