તારીખ 14/5/2021 ના અક્ષય તૃતીયાના શુભ દિવસે ભગવાન શ્રી વિષ્ણુના છઠા અવતાર અને બ્રાહ્મણ સમાજના ચિરંજીવી દેવ શ્રી પરશુરામ દાદાનો પ્રાગટ્ય દિવસની ઉજવણીના ભાગે હાલની પરિસ્થિતિમાં આ શુભ પ્રસંગ ઘરે રહીને મનાવી જેમાં કોવીડના નિયમોનું સંપૂર્ણ પાલન કરવામાં આવેલ જેમાં ગુજરાત સમસ્ત બ્રહ્મસમાજ પશ્ચીમ કચ્છ જીલ્લા તથા શ્રી પરશુરામ ઈન્ટરનેશનલ કચ્છ જીલ્લાના મહામંત્રી એડવોકેટ રાજેશભાઈ ભટ્ટ દ્વારા શ્રી પરશુરામ દાદાનું ષોડશોપચાર પૂજન અર્ચન અને આરતી કરવામાં આવેલ હતી જેમાં માંડવી યુવા બ્રહ્મસમાજના પ્રમુખ એડવોકેટ હરિઓમ અબોટી, વિવેકભાઇ ભટ્ટ, જીગરભાઇ બાપટ, મહેશભાઈ ઓઝા, હરેશભાઈ, ભુમિબેન ભટ્ટ વગેરે જોડાયા હતા. આ કાર્યક્રમને જીલ્લાના અધ્યક્ષ રિતેશભાઇ ગોર તથા મુકેશભાઈ જોષી તથા પરશુરામ ઈન્ટરનેશનલના જીલ્લાના અધયક્ષ રાજેશભાઈ ત્રીવેદીએ શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે રાજેશભાઈ ભટ્ટે જણાવેલ કે પરશુરામ દાદાના મંત્રનો જાપ કરી દેશ અને દુનિયા ઉપર કોરોનાની મહામારીનો નાશ થાય અને વિશ્વનું કલ્યાણ થાય તેવી શુભકામના સાથે પરશુરામ ભગવાનનો જન્મોત્સવ ઘરમાં ઉજવવા આવ્યો હતો તે વખતે પ્રાર્થના કરી દરેકને અપીલ કરવામાં આવી હતી કે, ઘરમાં રહીએ સુરક્ષિત રહીએ, સમાજને સુરક્ષિત રાખીયે. તેવું એડવોકેટ રાજેશભાઈ કે. ભટ્ટ મહામંત્રી પરશુરામ ઈન્ટરનેશનલ કચ્છ જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ ગુજરાત રાજ્ય કચ્છ જીલ્લાની યાદીમાં જણાવ્યું હતું.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334