મુન્દ્રા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે વાંકી ગામે ઈકબાલ મીઠું બાયડના કબ્જા માંથી શંકાસ્પદ નંબર વગરની હીરો હોન્ડા મોટર સાયકલ કબ્જે કરી તેની ઘનિષ્ટ પૂછ પરછ કરતા ઈકબાલ મીઠુંએ આ બાઈક સાજીદ ઉર્ફે લેફ્ટી કાસમ સુમરા રહે વલ્લભ નગર વાળા પાસેથી ખરીદેલ હોવાનું જણાવતા પોલીસે તેઓની અટક કરેલ હતી. જેમાં (૧) ઈકબાલ મીઠું બાયડ ગામ વાકી, (2) સાજીદ ઉર્ફે લેફટી કાસમ સુમરા વલ્લભ નગર માંડવી, (3) સમીર જુનશ ભટ્ટી વલ્લભ નગર માંડવી, (4) સાકીર સિદ્દીક સુમરા વલ્લભ નગર માંડવી, (5) ઝુલ્ફીકાર ઉર્ફે બાવા હારુન પઠાણ ઉ.વ. 18 વર્ષ અને 4 મહિના, દેશલપર કંઠી વાળાઓને પકડી તેમની પાસેથી હીરોહોન્ડા મોટરસાઈકલ કિંમત રૂપિયા 15,000/- કબ્જે કરેક છે.
બીજી બાજુ મુન્દ્રા પોલીસને બાતમી મળેલ કે લક્ષ્મણ કાના કામળિયા ઉમર વર્ષ ૨૪ હાલે ઝરપરા તાલુકો મુન્દ્રા અને મૂળ અંજારવાળા પાસે શંકાસ્પદ કેબલ વાયર પડયા સીબે જેથી તપાસ કરતા તેના પાસેથી શંકાસ્પદ સબમરસીબલ મોટરના કેબલ વાયર 50 મીટર રૂપિયા 1250/- મુદ્દામાલ કબ્જે કરી આરોપી લક્ષ્મણ કાના કામળિયાની અટક કરબમાં આવી હતી. આ કામગીરીમાં મુન્દ્રા ઇન્ચાર્જ પી.આઈ. બી.જે. ભટ્ટ, પો.હેડ. કોન્સ. શક્તિસિંહ ગોહિલ, પ્રધુમનસિંહ ગોહિલ, જયેંદ્રસિંહ ઝાલા, અશોક કનાદ, પો.કોન્સ. રાજદિપસિંહ ગોહિલ, જયદેવસિંહ ઝાલા, ગફુરજી ઠાકોર સાથે રહ્યા હતા.
સ્ટોરી : સમીર ગોર મુન્દ્રા
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334