પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજની આગેવાનીમાં
ના.પો.અધિ. ભુજ ડિવિઝન સાથે ભુજ એ/ડિવિઝન, બી/ડિવિઝન, ટ્રાફિક શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ ભુજ શહેરના અલગ અલગ વિસ્તારો જેમાં હોસ્પિટલ રોડ, લાલ ટેકરી, અનમ રીંગ રોડ, ભીડ ગેઇટ, સરપટ ગેઇટ, શાક માર્કેટ, હમીરસર તળાવ વિગેરે જગ્યાએ ફૂટ પેટ્રોલિંગ કરી આગામી સમયમાં જન્માષ્ટમી, બકરી ઈદ, શ્રાવણ મહિના અનુસંધાને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને કોરોનાની મહામારી અનુસંધાને ડિસ્ટન્સ જાળવવા સાથે માસ્ક નહિ પહેરનાર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેના ઘ્યાને આજે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતુંં. સાથે પ્રજાને તંત્ર સાથે રહી કોરોનાના કપરા સમયમાં તહેવારોમાં સંયમ રાખી જેમ બને તેમ બહાર ઓછું નીકળવું અને નીકળો તો સાવચેતી રાખી અને માસ્ક પહેરવું સોશ્યિલ ડિસ્ટન્સ રાખવું વગેરે સૂચના આપી હતી. સુચનાનું પાલન ના કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એટલે દરેક ભૂજવાસીઓ તહેવારોને અનુલક્ષી સાવચેતી રાખે તેવી અપીલ પણ કરવામાં આવી હતી.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334
(જાહેર ખબર)