Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchMundra

મુન્દ્રા તાલુકાના મુખ્યત્વે ચારણ ગઢવી સમાજની વસ્તી ધરાવતા ઝરપરા ગામે આજે સવારે બહાર આવેલી હત્યાની ઘટનામાં આરોપી પતિએ પણ આત્મહત્યા કર્યાનું બહાર આવ્યું…

મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામે હીરબાઈ શિવરાજ સેડા નામની મહિલાની હત્યા થયાની ઘટના બાદ આ હત્યા તેણીના પતિ શિવરાજ જખુ શેડાએ કરી હોવાની અને હત્યા બાદ આરોપી પતિ શિવરાજ ફરાર થઈ ગયાનું બહાર આવ્યા બાદ બપોરે આરોપી શિવરાજ પણ છોડે દૂર એક વૃક્ષ પર ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા આરોપીએ પણ પત્નીની હત્યા બાદ આત્મહત્યા કરી લીધાનું ફલિત થયું છે ઝરપરા ગામ સહિત કચ્છી ચારણ ગઢવી સમાજમાં ચકચાર મચાવનાર આ ઘટનામાં ઘર કંકાસ કારણભૂત હોવાનું પ્રાથમિક ચિત્ર આવ્યું છે. પ્રથમ હીરબાની હત્યા બાદ આરોપી પતિ સામે તેના પુત્રએ મુન્દ્રા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી દરમિયાન આરોપી ફરાર હોઇ તેની પોલીસ અને પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી દરમિયાનમાં હત્યા થયાના સ્થળથી થોડે દૂર આવેલ અન્ય એક વાડીના શેઢા પર આવેલ વૃક્ષમાં લટકતી મૃત હાલતમાં આરોપીની લાશ મળી આવી હતી. પોલીસે આ મામલે વિશેષ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં ઘર કંકાસ કારણભૂત હોવાની વિગતો સપાટી પર આવી છે આ ઘટનાએ સમગ્ર કચ્છી ચારણ ગઢવી સમાજમાં ચકચાર મચાવી દીધી છે.

 

પ્રકાશિત : નિતેશ ગોર ભૂજ

અહેવાલ : પ્રતિનિધિ સમીર ગોર મુંદ્રા

Related posts

મુન્દ્રા કસ્ટોડિયલ ડેથના ફરાર આરોપીઓ પૈકી એક આરોપી એવા પોલીસ કર્મીને એટીએસે ઝડપી પાડયો…

Kutch Kanoon And Crime

ભુજમાં મધ્ય રાત્રે ATM લૂંટવા લુટારુઓ ફાયરીંગ કરતા ખળભળાટ

Kutch Kanoon And Crime

હુશેન થેબાને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન મળ્યું

Leave a comment