Kutch Kanoon And Crime
Breaking NewsBhujCrimeKutch

ભુજમાં મધ્ય રાત્રે ATM લૂંટવા લુટારુઓ ફાયરીંગ કરતા ખળભળાટ

સમગ્ર વિશ્વ સાથે દેશ પણ જ્યારે કોરોના વાયરસ સામે લડી રહ્યું છે ત્યારે લૂંટારુઓ આ તકનો લાભ લઈ કચ્છ જિલ્લાના ભુજના મંગલમ પાસે આવેલ ATM  લૂંટવાનો પ્રયાસ કરતા ખળભળાટ મચી ગયો છે. નોંધનીય છે કે કોરોના, ભૂકંપ અને વરસાદ વચ્ચે ભુજમાં ગત મધ્ય રાત્રે ફાયરિંગના બનેલા બનાવે ચકચાર સર્જી દીધી છે. HDFC બેંકના ATMને લૂંટવા માટે ગત મધરાતે બે વાગ્યાના અરસામાં મંગલમ ચાર રસ્તા ઉપર આવેલા HDFC બેંકના ATM ને લૂંટવા માટે તેના મશીનનું લોક તોડવા માટે દેશી રિવોલ્વરથી ધડાકો કરીને લૂંટવાનો પ્રયાસ કરાયો હતો. જોકે, ATMનું સાયરન વાગતાં લૂંટારુઓ ભાગી ગયા હતા અને લૂંટારુઓનો આ લૂંટનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. જો કે તપાસ કરતા બેંકના ATM માંથી કાંઈ પણ લૂંટ થઈ નથી. તો ભુજ એ/ડિવિઝન પોલીસમાં બેંક દ્વારા ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે.

 

નિતેશ ગોર : 9825842334

Related posts

કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી પાકિસ્તાન મરીન સિક્યુરિટીનું બુલેટ પ્રુફ જેકેટ મળી આવ્યું

Kutch Kanoon And Crime

અંજારમાં છરીની અણીએ સરા જાહેર દુષ્કર્મની ઘટના પોલીસ પ્રશાસન માટે શરમજનક

જામનગરમાં બે વર્ષ અગાઉ બનેલી હત્યાની ઘટનાનો પર્દાફાશ…

Leave a comment