Kutch Kanoon And Crime
BhujBreaking NewsCrimeGujaratKutch

ઢોરી ગામમાં પ્રેમ સંબંધમાં યુવતીની હત્યાથી ચકચાર…

ભુજ તાલુકાના ઢોરી ગામમાં હચમચાવી મૂકે એવી ઘટના સામે આવી છે. દૂધ ડેરીની ઓરડીમાંથી 28 વર્ષીય ઝરીનાબેન દાઉદ કુંભારની લોહી-લુહાણ હાલતમાં લાશ મળતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. સવારે લાશ મળી આવતાં જ પોલીસ તંત્રને જાણ કરવામાં આવી હતી, જેના આધારે માધાપર પોલીસ તાત્કાલિક દોડી જઈ વધુ તપાસ હાથ ધરી હતી. મૃતક ઝરીનાબેન અગાઉ નિરોણા ગામે વિવાહિત હતી, પરંતુ છૂટાછેડા બાદ પોતાના પિયરે ઢોરી ગામે જ રહેતી હતી. ડેરીમાંથી લાશ મળતાં પરિવારજનો અને સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો હતો.

લાશને પીએમ માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. એસસી-એસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક એમ.જે. ક્રિશ્ચિયન દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આરોપી હરેશ કાનજી ગાગલ ડેરીમાં જ કામ કરતો હતો અને છેલ્લા સાત વર્ષથી ઝરીનાબેન સાથે તેના પ્રેમસંબંધ હતા. છૂટાછેડા બાદ ઝરીનાબેનના બીજા લગ્નની વાત ચાલી રહી હતી, જેને લઈને આરોપી અસંતોષિત હતો. સવારના ભાગે હરેશે મૃતક ઝરીનાબેનને ડેરીની ઓરડીમાં બોલાવી ત્યાં ઝરીનાબેનએ હરીશને બીજા લગ્નની વાત કરતાં આરોપી હરેશ ઉશ્કેરાયો હતો અને પથ્થર વડે ઉપરા ઉપરી ઝરીનાબેનને પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી નાસી ગયો હતો. હાલ આરોપીને રાઉન્ડ-અપ કરી લેવામાં આવ્યો છે અને તેની સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે કુંભાર સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં જી.કે. હોસ્પિટલ દોડી આવ્યા હતા અને તટસ્થ તપાસની માંગણી કરી હતી.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

મુન્દ્રા પોલીસની કામગીરી : ત્રણ ઈસમોને “ખટાં ખટાં” રમતા ઝડપી લીધા

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શ્રી કેશુભાઈ પટેલનું અમદાવાદ ખાતે નિધન : રાજ્ય સરકારે એક દિવસનો શોક જાહેર કર્યો

Kutch Kanoon And Crime

અંજારમાં છરીની અણીએ સરા જાહેર દુષ્કર્મની ઘટના પોલીસ પ્રશાસન માટે શરમજનક

Leave a comment