Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGandhidhamGujaratKutch

ગાંધીધામમાં ડમ્પરની હડફેટે યુવતીનું મોત…

ગાંધીધામ શહેરના વ્યસ્ત માર્ગ ગણાતા નેશનલ હાઇવે પાસેના ગ્રીન પાન નજીક એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. GJ-12 CH-6876 નંબરની એક્ટીવા પર જઈ રહેલી એક મહિલા ડમ્પરની ટક્કરમાં આવી જતા ઘટનાસ્થળે જ મોતને ભેટી છે. પ્રાપ્ત વિગતો મુજબ, ગ્રીન પાન પાસે એક્ટીવા પર જઈ રહેલી મહિલાને ડમ્પર ચાલકે હડફેટે લીધી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે મહિલાનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. અકસ્માતના પગલે રસ્તા પર ભારે ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં એ-ડિવિઝન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતકને રામબાગ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અકસ્માત કર્યા બાદ ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. હાલ એ-ડિવિઝન પોલીસ દ્વારા પલાયન થયેલા ડ્રાઈવરને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે અને વધુ તપાસ ચાલુ છે. મૃત્યુ પામનાર મહિલાની ઓળખ થઈ નથી.

અહેવાલ દિનેશ જોગી પૂર્વ કચ્છ

પ્રકાશિત નિતેશ ગોર ભૂજ M – 9825842334

Related posts

મુન્દ્રા કસ્ટોડીયન ડેથ મામલે ગણતરીના સમયમાં આરોપીઓ હાજીર હો ના સંકેત… સુત્રોમાંથી મળતી માહિતી

Kutch Kanoon And Crime

ભુજમાં મધ્ય રાત્રે ATM લૂંટવા લુટારુઓ ફાયરીંગ કરતા ખળભળાટ

Kutch Kanoon And Crime

માંડવી : ગોધરા ગામની ખારોડ નદીમાં ગરકાવ થયેલા યુવાનની લાશ મળી આવી…

Kutch Kanoon And Crime

Leave a comment