Kutch Kanoon And Crime
AbdasaGujaratKutchSpecial Story

નલિયા એસટી ડેપોના લોકપ્રિય ડ્રાઇવરની બદલી થતાં ભાવ ભરી વિદાય અપાઇ…

નલિયા S.T. ડેપોના ડ્રાઇવર નલિયા શ્રી પિંગલેશ્વર નલિયા (ચકેડી) રૂટના લોકપ્રિય અંને લાગણી ભર્યા ડ્રાઇવર શ્રી દિલીપભાઈ વીરાણીની વતનમા બદલી થતાં શુભેચ્છાઓ સાથે તેઓને અભિનંદન મળી રહ્યા છે. દિલીપભાઈ નલિયા પીંગલેશ્વર લોકલ રૂટના નિયમિત ડ્રાઇવર હતા પરજાઉ, મોટી સિંધોડી રૂટમાં તેમણે ખૂબ લોકો ચાહના પ્રાપ્ત કરી હતી. ધર થી દૂર નલિયા KGBVમા રહીને મોડર્ન સ્કૂલ અભ્યાસ કરતી દિકીઓ જ્યારે વિદાય આપી ત્યારે દિલીપ કાકા આવજો આવજો દિલીપ કાકા આવજોના નારાથી આખો પરિસર ગુંજી ઉઠ્યો હતો. હંમેશા તમને અમે યાદ કરશુ એવો ભાવ બાલિકાઓએ વ્યક્ત કર્યો હતો. દર દશેરાનાં દિલીપ કાકા ત્યહોવાર વખતે પ્રસાદી રૂપે નાસ્તો કે આઈસ્ક્રીમ આપીને રાજીપો વ્યક્ત કરતા હતા. આજે પણ સાઈઠ જેટલી દીકરીઓને ડબલ રોટી અને ફાઇવ સ્ટાર કેડબરીથી મીઠું મોઢું કરાવી એક પ્રેરણાદાયક કાર્ય કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. શિક્ષિકા બહેનો પણ હાજર રહી અભિનંદન પાઠવ્યા હતા. દિલીપભાઈનો વિદ્યાર્થીની દીકરીઓ પ્રત્યેનો લાગણી ભર્યો વ્યવહાર કદાપિ નહિ ભુલાય આ લોકપ્રિય ડ્રાઇવરને કંડકટર જગદીશ ગોર અભિનંદન આપ્યા હતા. નલિયા રૂટ (ચકેડી)માં જે જમાવટ કરી એવી જ જમાવટ ત્યાં પણ કરશો એવી શુભેરછા તેમને નજીકના મિત્ર વર્તુળોએ આપી હતી. નોંધનીય છે કે ડ્રાઇવર દિલીપભાઈ વિરાણીને અપાયેલી વિદાય અને તેની ઝલક જોતા આવી લોકપ્રિયતા ઊભી કરવી ધન્યવાદ અભિનંદનને પાત્ર છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

અદાણી પોર્ટસ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન દ્વારા વાર્ષિક ટ્રેડ મીટ-2021નું આયોજન કરવામાં આવ્યું

Kutch Kanoon And Crime

કચ્છની આંતરરાષ્ટ્રીય સીમા પર પાકિસ્તાની ઝડપાયો

Kutch Kanoon And Crime

ભુજ નશાબંધી કચેરીના ઇન્ચાર્જ અધિક્ષક 2000 ની લાંચ લેતા ઝડપાયા

Kutch Kanoon And Crime

Leave a comment