Kutch Kanoon And Crime
BhujBreaking NewsCrimeGujaratKutch

એક વર્ષથી નાસતા સજા પામેલા આરોપીને ભુજ બી-ડિવિઝન પોલીસે ઝડપી જેલ હવાલે કર્યો…

ભુજની નામદાર કોર્ટ દ્વારા જાહેર કરાયેલા સજા વોરંટની અસરકારક બજવણી અંતર્ગત ભુજ શહેર બી-ડિવિઝન પોલીસે છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી બાદ જેલ હવાલે કર્યો છે..પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા (IPS), સરહદી રેન્જ ભુજ, પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, પશ્ચિમ કચ્છ-ભુજ તેમજ નાયબ પોલીસ અધિક્ષક ડૉ. વિશ્વા શાહના માર્ગદર્શન હેઠળ નામદાર કોર્ટ દ્વારા ઈશ્યુ કરાયેલા સજા વોરંટ અને પકડ વોરંટોની અસરકારક બજવણી માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તેના અનુસંધાને ભુજ શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. હેરમાંના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન નામદાર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, ભુજ કોર્ટના ફોજદારી કેસ નં. 572/2022માં એન.આઈ. એક્ટની કલમ 138 હેઠળ સજા પામેલો આરોપી છેલ્લા એક વર્ષથી વધુ સમયથી પોતાની ધરપકડથી બચવા નાસતો ફરતો હોવાનું સામે આવ્યું હતું.
નાઇટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ પી. જાડેજા અને ભરતભાઈ કે. માજીરાણાને મળેલી ચોક્કસ ખાનગી બાતમીના આધારે આરોપીને શોધી કાઢી ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ કોર્ટના સજા વોરંટની અમલવારી કરી આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપી 24 વર્ષીય જામ સંજયભાઈ મસાભાઈ ભરવાડ જે ભરવાડવાસ, ગામ હરીપર, તા. ભુજનો રહેવાસી છે. આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. હેરમાંના માર્ગદર્શન હેઠળ એએસઆઈ દિલીપસિંહ ભરતસિંહ સિંધવ, પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ કે. માજીરાણા, નરેન્દ્રસિંહ પી. જાડેજા તેમજ પ્રકાશભાઈ સવશીજી ઠાકોર દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.

પ્રકાશિત નીતેશ ગોર ભુજ

Related posts

રાપરના ભુટકીયા ગામે પતિએ પત્નીની હત્યા કરી દેતા બે સંતાનો નોંધારા બની ગયા

Kutch Kanoon And Crime

ભચાઉ નગરનાં રહેઠાણ વિસ્તાર અને ચારેય તરફ ધમધમતા એરીઆ વચ્ચે ફટાકડા બજારને મંજુરી આપનાર અધિકારીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવે તેવી રજુવાત કરાઈ…

Kutch Kanoon And Crime

મુન્દ્રામાં અજાણ્યા યુવાનની લાસ મળી આવી

Kutch Kanoon And Crime

Leave a comment