શ્રી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ ભુજ તેમજ નગરપાલિકા કચેરીના સંયુક્ત ઉપક્રમે ચાલતું ઘર વિહોણા લોકો માટેનું આશ્રય સ્થાન “રેન બશેરા” ભુજ મધ્યે હિન્દી ભાશી મહિલા રેલવે મારફતે ભુજ રેલવે સ્ટેશન પર આવી પહોંચેલ હતી. આ મહિલા માનસિક જણાતા તેની તપાસ કરી રેલવે સ્ટેશનમાં ફરજ બજાવતા ખલક્ષી તરીકે ડિમ્પલબેન દ્વારા શ્રી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટના ટ્રસ્ટીનો સંપર્ક કરી આપવામાં આવ્યો હતો. ત્યારે સંસ્થા દ્વારા તે મહિલાને મળીને તેની વધુ તપાસ કરી આ માનસિક મહિલાને સંસ્થા દ્વારા રેન બશેરા આશ્રમમાં આશરે આપી કાઉન્સિલિંગ કરતા આ મહિલા બિહારના પટના જિલ્લાના રહેવાસી છે. તેવું જાણવા મળેલ હતું. ત્યારબાદ મહિલાના ભાઈ સાથે ટેલિફોનિક સંપર્ક પણ કરવામાં આવ્યું હતું. જ્યા તેના ભાઈના નંબર પર આ માનસિક મહિલાનો whatsapp પર ફોટો મોકલાવી તેમના પરિવાર સાથે ખરાઈ કરવામાં આવી હતી. ત્યાં ખરાઈ થઈ ગયા બાદ ટૂંક જ સમયમાં એમના પરિવાર આ માનસિક રખડતા ભટકતા મહિલાનો પુનઃસ્થાપન માટે કબજો મેળવવા માટે કચ્છ ભુજ આવી રહ્યા છે તેવું જણાવતા મહિલા ખુશ થઈ ગઈ હતી. આ સેવા કાર્યમાં સંસ્થાના ટ્રસ્ટીશ્રી હેમેન્દ્ર જણસારી, રીન્કુ જણસારી, હર્ષાબેન સુથાર તેમજ સંસ્થાન સ્ટાફ ઉષાબેન, ચંદ્રકાંતભાઈ કારીયા, રવિભાઈ જેસર તેમજ ગીતાબેન સંહયોગી રહ્યા હતા.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334