રાપર તાલુકાના ભુટકીયા ગામે ગઈકાલે પતિ પત્ની વચ્ચે કોઈ બાબતે અનબન થયા બાદ ઉશ્કેરાયેલા પતિએ પત્ની પર છરીથી ઉપરા ઉપરી વાર કરી હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ છે. રાપરના ઘેલીવાળી શેરી નંબર 4’માં રહેતા ગૌરીબેન ગેલા રામસંગ મકવાણા (રાજપુત)એ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે ભુટકિયા ગામે રહેતા ગીતાબેન મહેશ સુજા બાયડને ઉશ્કેરાયેલા પતિએ છરીથી હુમલો કરી હત્યા નીપજાવી હતી આ દંપતિ વચ્ચે કામો બાબતે તકરાર થઈ હતી. બે સંતાનોની માતા ગીતાબેન અને પતિ મહેશ સુજા બાયડ વચ્ચે કામ બાબતે તકરાર થયા બાદ હત્યાની આ ઘટના બની જતા બે સંતાનો નિરાધાર બની ગયા છે કન્ટ્રક્શન સેન્ટરીંગ વ્યવસાય સાથે સંકળાય આરોપી મહેશ સામે હત્યાનો ગુનો નોંધી પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. આ ઘટનાએ રાપર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી દીધી છે.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334